Abtak Media Google News

ત્રણેય દર્દી કોરોના પોઝીટીવ આવ્યા બાદ સેમ્પલ લેબમાં મોકલાયા હતા : કોરોનાના નવા વેરીયન્ટને લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર એલર્ટ

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટને લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર એલર્ટ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓનો અલગ વોર્ડ અને એક્ઝામિનેશન સહિત વિદેશથી આવતા નાગરિકોનું સ્ક્રિનિંગ અને જરૂરી જણાય ત્યાં સ્થાનિક દર્દીઓની પણ વિશિષ તપાસ હાથ ધરી કોરોના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ અને ગોંડલના સ્થાનિક રહીશ ત્રણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ એમિક્રોનના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જે આજે નેગેટીવ આવ્યા છે. જિલ્લા કલેકટર મહેશ બાબુએ જણાવ્યું હતું કે એમિક્રોન લઈને હાલ જિલ્લામાં રાહત છે પરંતુ લોકોએ સાવધ રહેવાની જરૂર છે. જે લોકોને વેકિસનેશનનો બીજો ડોઝ બાકી હોય તે  સંપૂર્ણ વેકિસનેશન કરાવે અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ રાખે અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે અનુસરે તે જરૂરી છે.

બીજી બાજુ પીડિયું હોસ્પિટલમાં ખાસ ઓમિક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઓમિક્રોનને લઈને અગાઉ ખાનગી હોસ્પિટલોને જરૂરી આદેશો પણ આપવામાં આવ્યા હતા કે શંકાસ્પદ દર્દીઓ અંગે તંત્રને તુરંત જાણ કરવામાં આવે. વધુમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જરૂર પડ્યે હોસ્પિટલમાં બેડ અને ટેસ્ટિંગ સહિતની સવલતો વધારવાની પણ સૂચનાઓ આપી હતી.

ઓમિક્રોનવાળા દેશોમાંથી 63 લોકો રાજકોટ આવ્યા:30ના જીનોમ રિપોર્ટ નેગેટીવ

સૌથી વધુ યુ.કે.માંથી 35 લોકોનું આગમન : 30ના જીનોમ રિપોર્ટ નેગેટીવ, 9ના પેન્ડીંગ : રોજ વિદેશથી આવતાં નાગરિકોના સેમ્પલ લેતી મેડિકલ કોલેજ

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વિશ્ર્વનાં અનેક દેશોમાં ભરડો લઈ લીધો છે ત્યારે રાજકોટમાં ઓમિક્રોન વાળા દેશોમાંથી કુલ 63 લોકો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારના આદેશનાં પગલે હાલ મેડીકલ કોલેજ દ્વારા વિદેશથી આવતાં તમામ નાગરિકોનાં જીનોમ સિકવન્સી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આજ સુધી કરવામાં આવેલા રિપોર્ટ પૈકી 30 વિદેશથી આવેલા નાગરિકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે 9ના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.

આજ સુધીમાં રાજકોટમાં ઓમિક્રોનના જોખમી દેશોમાંથી કુલ 63 નાગરિકોનું આગમન થયું છે. જેમાં યુ.કે.થી 35 નાગરિકો, તાન્જેનીયાથી 5 નાગરિકો, સ્કોટલેન્ડથી 8 નાગરિકો અને જર્મનીથી કુલ 13 નાગરિકો આવ્યા છે. જે પૈકી 39 નાગરિકોના ઓમિક્રોન ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં. જે પૈકી 30 નાગરિકોના જીનોમ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

જ્યારે 9 લોકોના રિપોર્ટ આવવાના હજુ પેન્ડીંગ છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એવા આદેશ આપવામાં આવ્યો છે કે હવે વિદેશથી આવતાં દરેક નાગરિકોના જીનોમ સિકવન્સી રિપોર્ટ કરાવવા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે હવે મેડીકલ કોલેજ દ્વારા રોજ વિદેશથી આવતાં નાગરિકના બ્લડ સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.