Abtak Media Google News
  • ઉનામાં 1.4, વલસાડ-ધોળાવીરામાં 1ની તીવ્રતાનો આંચકો: ગત મહિનામાં રાજ્યમાં 50થી વધુ ભૂકંપ આવ્યા

એકબાજુ રાજ્યમાં બેવડી ઋતુનો માર અને બીજીબાજુ ભૂકંપના આંચકા યથાવત જોવા મળી રહ્યા છે. એપ્રિલ માસના પ્રારંભે જ રાજ્યમાં ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉના, દક્ષિણ ગુજરાતના વલસાડ અને કચ્છના ધોળાવીરામાં આંચકા અનુભવાયા હતા.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 3:26 કલાકે ઉનાથી 16 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ આજે મોડી રાતે દક્ષિણ ગુજરાતના વલસાડથી 45 કિમી દૂર 1.0ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 2:32 કલાકે કચ્છના ધોળાવીરાથી 24 કિમી દૂર 1.0ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. ગત માર્ચ મહિનામાં રાજ્યભરમાં 50થી વધુ ભૂકંપના આંચકા આવ્યા છે. એપ્રિલ માસના પ્રારંભે જ આંચકા ફરી ચાલુ થઇ ગયા છે. જો કે ગઈકાલે આવેલા આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ ભૂકંપના આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.