Abtak Media Google News

જમવાનો સમય નિશ્ચિત રાખવો એ શ્રેષ્ઠ ડાયટનું બહુ મહત્વનું પાસું છે. જેમાં નિયમિત બનવાથી ઘણાં હેલ્થ પ્રોબ્લેમ્સથી બચી શકાય છે. સમયસર જમી લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. પહેલાંના સમયમાં લોકો બપોરે 12 વાગે જમી જ લેતાં, સાંજે 4 વાગે ચા અને રાતે 6થી 7ની વચ્ચે રાતનું ભોજન કરીને 10થી 10.30ની વચ્ચે સૂઈ જતાં. પણ અત્યારે આવો સમય ભાગ્યે જ કોઈ નિભાવે છે. જેથી જો વ્યક્તિ પોતાની બોડી સાઈકલ પ્રમાણે બધાં કામ સમયસર કરે તો ઘણાં રોગો થવાના ચાન્સિસ પણ ઘટી જાય છે.  ડાયટમાં એક બીજું મહત્વનું પરિબળ છે આપણે ક્યારે ખાઈએ છીએ. એટલે કે ખોરાકનો સમય. મોટાભાગના લોકો એવી ફરિયાદ કરતાં જોવા મળે છે કે હું થોડું ખાઉં છું છતાં મારું વજન વધી જાય છે. આવું ખોટા સમયે ખાવાને કારણે થાય છે. જેથી તમારા ખાવાનો સમય બહુ જ મહત્વનો હોય છે.

શારીરિક શક્તિ અને ઉર્જા માટે યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાશો અથવા ખોટા સમયે ખાશો તો ઘણી સમસ્યાઓ તમને ઘેરી શકે છે. દરેક કામની જેમ જમવાનો પણ યોગ્ય સમય છે. જ્યારે તમારા શરીરને વધુ પોષણ અને ઉર્જાની જરૂર હોય છે. દિવસમાં ત્રણ વખત ખાવાનું ખૂબ મહત્વનું છે. લંચમાં, તમારે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફેટ, વિટામિન્સ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ.

ઉર્જાનું પ્રમાણ વધારે છે

જે કોઈ વ્યક્તિ સમયસર જમી લઈએ તેમનામાં ઉર્જાનું પ્રમાણ જળવાતું હોય છે અને કોઈ પણ સમયે તેમને નાદુરસતા અથવા તો નબળાઈની અનુભૂતિ થતી નથી. કારણ એ છે કે સમયસર જમવાથી શરીરને જે વસ્તુઓની તાથી જરૂરિયાત ખોરાકમાંથી મળતી હોય તે મળી જાય છે અને પરિણામ સ્વરૂપે શરીરમાં યોગ્ય ઉર્જા ઉભી કરે છે.

વજન નિયંત્રણમાં રાખે છે

યોગ્ય અને સમયસર જમવાથી વજન નિયંત્રણમાં રહે છે. અભી બોનું માનવું છે કે જે વ્યક્તિ સમયસર ભોજન નલિયે તેના વજનમાં સતત વધારો અને ઘટાડો નોંધાતો હોય છે. અરે તબીબો એ વાતની જ સલાહ આપે છે કે સમયસર લોકોએ ભોજન લેવું જોઈએ જેનાથી વજન ની સાથોસાથ તેમના મેટાબોલિઝમમાં પણ કોઈ વધુ ફર્ક પડતો નથી.

સુગર લેવલ જળવાઈ છે

જે કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે સમયસર ખોરાક લેવો જરૂરી છે જો આ કરવામાં આવે તો જે તે વ્યક્તિનું બ્લડ સુગર લેવલ જળવાઈ રહે છે અને ડાયાબિટીસ જેવા રોગથી તેઓ બચી શકે છે. ઘણા ખરા પણ છે લોકો સમયસર ભોજન લેવાનું ટાળતા હોય છે કોઈપણ કારણોસર પરંતુ તે ભૂલના કારણે તેઓએ ઘણી શારીરિક તકલીફોનો સામનો પણ કરવો પડે છે.

પાચનશક્તિ અને ઉંઘમાં ફાયદો મળે છે

સમયસર ભોજન લેવાના અનેક ફાયદાઓ રહેલા છે જેમાં સૌથી મોટો ફાયદો તો એ છે કે પાચન શક્તિમાં વધારો થાય છે અને જે તે વ્યક્તિ જે ખોરાક લીધો હોય તેને ખૂબ સરળતાથી પચાવી શકે છે. પાચનશક્તિ સારી થતા ની સાથે જ જે તે વ્યક્તિને ઊંઘ પણ ખૂબ સારી આવે છે. ઊંઘ સારી આવવાથી અનેકવિધ રોગથી પણ જે તે વ્યક્તિ બચી શકે છે.

હાડકા મજબૂત બને છે

સમયસર ભૂખ લાગવાથી જો યોગ્ય સમયે ભોજન લેવામાં આવે તો જે તે વ્યક્તિના હાડકા પણ મજબૂત બને છે કારણ કે સમયસર ખોરાક લેવાથી જે ગુણધર્મો હાડકા માટે જરૂરી છે તે પૂરતા પ્રમાણમાં મળતા હોય છે એટલું જ નહીં હાલના યુવાઓ જીમમાં જવાનું પસંદ કરે છે પરંતુ સામે યોગ્ય ખોરાક અને સમયસર ખોરાક મળે એ પણ એટલું જ જરૂરી છે.

ભૂખ લાગે છે

યોગ્ય સમયે ભોજન લેવાથી સાચી ભૂખ પણ લાગે છે જે શરીરને અનેકવિધ ફાયદાઓ પહોંચાડે છે પરંતુ જે વ્યક્તિ યોગ્ય સમયે ભોજન નલિયે તો અનેકવિધ પ્રશ્નો ઊભા થાય છે અને કટામણે તેને ભૂખ લાગવાના પ્રશ્નો ઊભા થાય છે જે તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.