Abtak Media Google News

શિક્ષકોને અપાશે ‘ગુરૂવંદના એવોર્ડ : બાળકોને ટેબલેટ દ્વારા શિક્ષણ સાથે ગણિત, વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્સવ પ્રોજેકટની બજેટમાં જોગવાઈ

રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની આજરોજ બોર્ડ બેઠકમાં સને ૨૦૨૦-૨૧નું ૧૨૯ કરોડ ૬૨ લાખનું બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી બજેટ રજૂ કરતા ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ, બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતુ. અધ્યક્ષ નરેન્દ્રસિંહએ વધુમાં જણાવેલ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાળકોનાં ઉજજવળ ભવિષ્ય માટે સતત ચિંતિત હોય સરકારી શાળામાં અભ્યાસ કરતા બળકોને ભાર વિનાનું ભણતર અને અત્યંત આધુનિક શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે તેમને ટેબ્લેટ મારફત ડિઝીટલ સ્માર્ટ અને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે, તેમજ બાળકોને શાળામાં જરૂરીયાત મુજબની પુરતી ભૌતીક સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે.

Advertisement

7537D2F3 15

આજરોજ રજૂકરાયેલ બજેટમાં ગણીત, વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમતોત્સવ, સાંસ્કૃત કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા તથા ગૂરૂ વંદના એવોર્ડ નિવૃત શિક્ષક સન્માન તેજસ્વી વિદ્યાર્થી સન્માન સાથે શાળા વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે. ધો.૧ થી ૮ની તમામ પ્રા. શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સની જોગવાઈ કરીને બાળકોને સ્માર્ટ શિક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવેલ તેમજ કોમ્પ્યુટરના શિક્ષણનો વ્યાપ વધારવા માટે અલગ વર્ગો શરૂ કરાશે. શિક્ષણ સમિતિના અભ્યાસ કરતા બાળકોને ગરમા ગરમ અને પોષણયુકત આહાર મળે તે માટેની જોગવાઈ, અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ સમિતિની પસંદગીની શાળાઓમાં આધુનિક સ્માર્ટ લેબ સીસ્ટમથી વિજ્ઞાનના પ્રયોગો દ્વારા શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા રાજયની રમત ગમત સ્પર્ધામાં તેજસ્વી વિદ્યાર્થીઓની કુદરતી શકતી બહાર લાવવા તેમજ એક નવી દિશા આપવા માટે સ્પોર્ટસ સંકુલ બનાવાશે. ઉપરાંત ૨૦૨૦-૨૧માં આવતી શાળાની જાહેર સ્થાનિક રજા મંજૂર કરવામાં આવેલ. આજરોજ શિક્ષણ સમિતિની બોર્ડ મિટીંગમાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વા. ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્ય કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ મહેતા, જગદીશભાઈ ભોજાણી, સંજયભાઈ હિરાણી ભાવેશ દેથરીયા, રિણબેન માંકડીયા, ગૌરવીબેન ધ્રુવ, ધિરજભાઈ મુંગરા, રહીમભાઈ સોરા, રાજેશભાઈ ત્રીવેદી, મુકેશભાઈ ચાવડા, શરદભાઈ તલસાણીયા તથા શાસનાધિકારી સંજયભાઈ ડોડીયા હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.