Abtak Media Google News

શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રીનું જાહેર અભિવાદન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશભરમાં સૌ પ્રમવાર ગુજરાતે ફી નિયંત્રણનો કાયદો અમલી બનાવી ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે તેમ જણાવ્યું છે. મુખ્યમંત્રીનું શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટે રાજ્યના શાળા સંચાલકો અને વાલી મંડળ દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી આ અભિવાદનને સ્વીકારતાં જણાવ્યું કે, આપના દ્વારા કરાયેલ સન્માને અમારો બળ – જુસ્સો વધાર્યો છે જે અમને આ દિશામાં આગળ વધવા માટે શક્તિ પૂરી પાડશે.  તેમણે શિક્ષણ એ સેવાનું માધ્યમ છે, વ્યાપાર નહીં તેમ વધુમાં ઉમેર્યું હતું. ઘણી શાળાઓ મન ફાવે તેવી ફી ઉઘરાવી વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી મોટી ફી વસૂલતી હતી તેની વિગતો છણાવટ કરતાં તેમણે કહ્યું કે, આવા સમયે દરેક વખતની જેમ રાજ્ય સરકારે પહેલ કરી દેશભરમાં સૌ પ્રમવાર ફી નિયમનનો કડક કાયદો રાજ્યમાં અમલી બનાવ્યો છે. આ કાયદાને મૂર્તરૂપ આપવા માટે દેશભરમાંી ફી નિયમનની વિગતો મેળવી વાલીની જવાબદારી સરકારે નિભાવી છે. અમે જવાબદાર સરકાર તરીકે વર્તી વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા માટે કટિબધ્ધ છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

જે શાળાઓ વધુ ફી લે છે તેમણે તેમના હિસાબો દર્શાવી વાજબીપણું સિધ્ધ કરવું જ પડશે તેવી નૂકતેચીની કરી હતી અને જે શાળાઓ નિર્ધારિત મર્યાદાની અંદર ફી લે છે તેમણે ચિંતા કરવાની જરૂર ની તેવું આશ્વાસન પણ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તબીબી અને ઇજનેરી કોલેજોની નિર્ધારણ માટેની સમિતિ તો પહેલે થી જ છે અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફી નિયંત્રણના કાયદાને આપવામાં આવેલી માન્યતા એ સત્યના વિજય સમાન છે.

મધ્યમ વર્ગના ગરીબ કુંટુબોને પરવડે અને પોસાય તેવી ફી ઉપલબ્ધ બનાવવાનો  અમે નીડર નિર્ણય લીધો છે તેમ જણાવી તેમણે કહ્યું કે,  વિર્દ્યાીઓ અને વાલીઓ શિક્ષણની બે બાજુઓ છે. શિક્ષણનું આ ધ્યેય  સો અમે તબક્કાવાર આ દિશામાં આગળ વધ્યા છીએ તેની રૂપરેખા તેમણે આપી હતી. તેમણે જણાવ્યું  કે,  સરકાર તરીકે અમે જવાબદાર રીતે કાર્ય કર્યુ છે. જે લોકો ૧૨ મી તારીખે રાજ્યવ્યાપી શાળા બંધનુ એલાન આપી શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે તેવા બેજવાબદાર લોકોને ઓળખી લેવાની નૂકતેચીની તેમણે કરી હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ધારાસભ્ય જગદીશભાઇ  પંચાલ, બાબુભાઇ પટેલ, જિલ્લાના ઉચ્ચ શિક્ષણાધિકારીઓ, રાજ્યના શાળા સંચાલકો, વાલી મંડળ તા શિક્ષણ જગત સો સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.