Abtak Media Google News

હોમિયોપેથી દવાનું અચૂક સેવન કરવા ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર્સ ઓફ રાજકોટના ડોકટર મિત્રોની જનતાને ખાસ અપીલ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ દ્વારા એક ઝુંબેશ ચલાવવામા આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં આર્સેનિકમ આલ્બમ-૩૦ નામની હોમિયોપેથીક દવા તદ્ન નિ:શુલ્ક રીતે ઘરે ઘરે પહોચાડવામાં આવી રહી છે.

રાજકોટ હોમિયોપેથી ડોકટર્સ એસો.ના સાથ સહકાર થકી, ગુજરાતની જનતાનું સ્વાસ્થ્ય જાળવવાના રાજય સરકારના આ પ્રયાસને સફળ બનાવવા તેમજ આપના પરિવારને નિરોગી રાખવા માટે આર્સેનિકમ આલ્બમનું અચૂક સેવન કરવા ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર્સ ઓફ રાજકોટના ડોકટરમિત્રો ખાસ અપીલ કરે છે.

ભારતના આયુષ મંત્રાલય તરફથી આપવામાં આવેલી વિગતો મુજબ, આર્સેનિકસ આલ્બમ કોરોના વાયરસને દૂર રાખવામાં મદદરૂપ પૂરવાર થઈ શકે એમ છે. વાસ્તવમાં આર્સેનિકમ આલ્બમને જીનસ એપિડેમિકસ કોઈપણ એપિડેમિકને કારણે માનવ શરીરને લાગુ પડી શકનારા રોગ સામે જીવનરક્ષક જાહેર કરવામાં આવી છે.

માનવ શરીરમાં રોગને કારણે થનાર દાહક પીડાને મટાડવા માટે પણ આર્સેનિકમ આલ્બમ ઉપયોગી છે. ડાયેરીયા (ઝાડા), કફ અને શરદી જેવા બિમારીનાં લક્ષણો ધરાવનાર દર્દી માટે પણ આર્સેનિકમ આલ્બમ દવા ખાસ્સી ઉપયોગી છે.

૨૮ જાન્યુઆરી ૨૦૨૦ નારોજ થયેલી ૬૪ મી મીટર દરમિયાન સાયન્સ એડવાઈઝરી બોર્ડ ઓફ ધ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઈન હોમિયોપેથી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ કે કોરોના વાયરસના ઈન્ફેકશન સામેના ઉપાય તરીકે આર્સેનિકમ આલ્બમને ધ્યાનમાં લઈ શકાય એમ છે. ફલુ સામેના સંભવત: અવરોધ સમી આર્સેનિકમ આલ્બમ દવા દર્દીને કોરોના વાયરસ સામે લડવામાં મદદગાર પૂરવાર થઈ શકે છે.

રાજકોટના નામાંકિત હોમિયોપેથી તજજ્ઞ દ્વારા અતિ ફહબ ૩૦નું સેવન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. ડો. ભરતભાઈ વેકરીયા, ડો. મહેશભાઈ શિંગાળા, ડો. નરેન્દ્રભાઈ વિસાણી, ડો. ડી.એલ. રામોલિયા, ડો. દિલીપ મારકણા, ડો. હિમાંશુ પરમાર, ડો. કલ્પીત સંઘવી, ડો. કેતન ત્રાંબડીયા, ડો. રાજેશ શિંગાળા, ડો. મીતલબેન ટાંક, ડો. હિતાર્થ મહેતા, ડો. કિશોર દેવળીયા, ડો. અરવિંદભાઈ ભટ્ટ, ડો. મનોજ ઠેસીયા, ડો. શૈલેષ વસાણી તથા ડો.દેવેશ જોષી દ્વારા અતિ આર્સેનિકમ આલ્બમ-૩૦નું સેવન કરવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.