Abtak Media Google News

કોરોના-૧૯ માટે સ્થાપિત હોસ્પિટલોમાં સાધનો અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો દાન આપવા આગળ આવી છે એલજી ઈલેકટ્રોનિક્સ

એલજી ઇલેક્ટ્રોનિક્સ, ભારતની અગ્રણી ક્ધઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ ગુજરાતમાં કોવિડ-૧૯ માટે જરૂરી ઉત્પાદનો દાન આપવા આગળ આવી છે લોકોને રોગચાડા સામે લડવામાં મદદ કરવા માટે, એલજી બ્રાંડે ૬ જિલ્લાઓમાં ૮ હોસ્પિટલ્સમાં  ૪૦૦ જેટલા ઉત્પાદનો દાનમાં આપ્યાં છે. આ ઉત્પાદનોમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર્સ, વોટર પ્યુરિફાયર્સ, માઇક્રોવેવ ઓવન  અને ટીવીની શ્રેણી શામેલ છે. આ કઠિન પરિસ્થિતિ દરમિયાન એલજી તમામ સંભવિત રીતે કોવિડ ૧૯ સામની ગુજરાત અને ભારત સરકાર ની  લડતને ટેકો આપી રઇ છે. આ ઉપરાંત એલજીએ સમાજને દરેક શક્ય રીતે મદદ કરવા અનેક પહેલની જાહેરાત કરી છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે, મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો અને દૈનિક વેતન મજૂરો દરરોજ સંઘર્ષ કરી રહ્યા છે અને અસ્તિત્વ માટે જરૂરી ચીજોની શોધ કરી રહ્યા છે. એલજીએ ભારતભરના આવા લોકોને ભોજન પૂરા પાડવા માટે અક્ષય પત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાની જવાબદારી લીધી છે. એલજી લગભગ ૧ મિલિયન ફૂડ પેકેટોનું પ્રાયોજન કરશે. ગુજરાત ખાતે પણ એનજીઓ અક્ષય પાત્ર સાથે એલજીએ અમદાવાદ, સુરત, ભાવનગર જેવા અનેક અસરગ્રસ્ત શહેરોમાં જરૂરિયાતમંદોને ભોજનની સહાય પૂરી પાડી છે.

Img 20200408 Wa0052

આ પ્રસંગે યંગ લાક કિમ  એમડી- એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ સામે લડવામાં અમે સરકાર અને નાગરિકોને અમારું સંપૂર્ણ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આમ, અમે એવા ઉત્પાદનોનું દાન કરી રહ્યા છીએ કે જે આરોગ્ય અને સ્વચ્છતા જેવા કે વોટર પ્યુરિફાયર, એર કંડિશનર અને રેફ્રિજરેટર્સને ગુજરાતની હોસ્પિટલોમાં દાન આપી રહ્યા છે. અમે સમાજને આ મુશ્કેલ સમયમાં અર્થપૂર્ણ યોગદાન આપવા ઇચ્છીએ છીએ.  અમે એલજી દ્વારા મડેલા સપોર્ટ  બદલ આભારી છીએ, તેઓ અમને આ પડકારજનક પરિસ્થિતિ સામે લડવામાં મદદ કરી રહ્યા છે. આ સમયે  એલજીના વિશાળ સમર્થનથી અમારા માટે આ લડાઈ થોડી સરળ થઈ છે. અમને ખાતરી છે કે, આ પરિસ્થિતિમાં આ બ્રાન્ડ દેશને ટેકો આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે  છે અને કરતી રહેશે.  કિશોર કાનાણીકુમાર-આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, તબીબી શિક્ષણ ગુજરાત રાજ્યમંત્રી, ભારતમાં કોરોનાના પુષ્ટિ થયેલા કેસોમાં મોટો વધારો થયો છે, એલજીએ રોગચાળા સામે ભારતની લડતને ટેકો આપવાનો સંકલ્પ લીધો છે.

આ બ્રાન્ડ રાજ્યોને ટેકો પૂરો પાડશે અને લોકોને પ્રોત્સાહિત કરવા અને તેની સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.