Abtak Media Google News
  • રમજાન માસમાં 30 રોજા પુર્ણ કર્યા બાદ મુસ્લિમ બિરાદરોમાં ખૂશાલી

Dsc 1696 મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન મહિનાની 30 રોજા સાથે પૂર્ણાહુતિ બાદ આજે રમજાનંદ ની ઉજવણી નો અવસર ઉજવાય રહ્યો છે આ વખતે રમજાનના 30 રોજા પૂરા થતા બંધાવો માં વિશેષ સંતોષ જોવા મળ્યું છે આજે સવારે તમામ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.

Advertisement

રાજકોટ ઈદની ઉજવણી નો ભારેઉત્સાહ  જોવા મળી રહ્યો છે.ઈદ મસ્જિદ અને અલગ અલગ મસ્જિદોમાં વહેલી સવારે ખુતબાની નમાજ અદા કરવામાં આવી હતી અને ઠેર ઠેર ઈદ મિલનના કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરોને હિન્દુ સહિતના બિન મુસ્લિમ સમાજ ધર્મના આગેવાનો સંતો મહંતોએ ઈદની મુબારકબાદી પાઠવી હતી મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ખુશીમાં ખાસ બનાવવામાં આવતા શિર કુરમા પુરી સહિતના વ્યંજનો સાથે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે

મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદની પરંપરા મુજબ ગરીબ જરૂરીયાત મંદોને ધાન્ય અને રોકડ રકમ ની વહેચણી કરી હતી અને પરિવારો દ્વારા આસપાસ રહેતા ગરીબ જરૂરિયાત મંદ પરિવારો ના બાળકોને રોકડ રકમ લાખણી અને કપડાં સહિતની ચીજ વસ્તુઓ ની ભેટ આપવામાં આવી હતી

મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તમામ મુસ્લિમ ભાઈઓને અને બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી. રાજકોટ શહેરમાં તમામ નમાજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. તે બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજનો તહેવાર બધાના જીવનમાં ખુશી,ઉન્નતિ,પ્રગતિ અને સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. રાજકોટના બધાજ તહેવારો આવી રીતે શાંતિપૂર્ણ રીતે ઉજવાય.

Screenshot 4 4 ભારત વિશ્વગુરૂ બને તેવી મુસ્લિમ સમાજની લાગણી: ફારૂક બાવાણી

રમજાન માસના 30 રોજાની સાથે તરાબીની નમાઝ, સત્તકાયે ફિતર અને તમામ બાબતોની સાથે દાનની સરવાણી પણ વહાવી છે. 30 દિવસની પુર્ણાહુતિ પછીનો જે દિવસ આવે છે તેને મુસ્લિમ સમાજ ઈદ ઉલ ફિત્ર અને રમજાન ઈદ પણ કહે છે દેશના વડાપ્રધાનના સૂચન મુજબ લોકોની સુખાકારી જળવાઈ રહે. દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે.  વડાપ્રધાનની આગેવાની હેઠળ દેશ વિશ્વગુરુ બને એવી અભ્યક્ત ના કરું છું.

રાજકોટ મધ્યસ્થ જેલમાં 11 મહિલા સહિત 251 કેદીઓએ ઈદ ઉજવી

Screenshot 3 6

રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા 11 મહિલા સહીત કુલ 251 બંદીવાનોએ ઈદની ઉજવણી કરી હતી. પવિત્ર રમઝાન માસનો ગત તા.11/03/2024થી પ્રારંભ થયેલ હતો ત્યારે અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મધ્યસ્થ જેલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવેલ હતુ. આ પવિત્ર માસ દરમ્યાન બંદગી કરવા રાજકોટ મધ્યસ્થ જેલના હિન્દુ-મુસ્લીમ કેદીઓએ રોઝા રાખી કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા તથા પાસા કામના કુલ 240 પુરુષ તથા 11 મહિલા બંદિવાનોએ સંપુર્ણ માસ દરમ્યાન રોઝા રાખેલ હતા.

આજે રમઝાન માસની રમઝાન ઇદનો પર્વ હોય બંદીવાનોને મૌલવી શાહમુદ્દીન અલીનાઓ દ્વારા નમાઝ પઢાવવામાં આવેલ અને બંદીવાનો દ્વારા એક બીજાને ઇદ મુબારકની શુભકામના પાઠવવામાં હતી. આ પર્વ દરમ્યાન જેલ વિભાગ તરફથી તમામ કેદીઓને મીઠાઇ સ્વરૂપે ખીર-ખુરમો પીરસવામાં આવેલ હતો. આ સંપુર્ણ કામગીરી જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ હતી. તેમજ તમામ કેદીઓએ પણ પુરતો સાથ સહયોગ આપેલ હતો અને આ સંપુર્ણ કાર્યક્રમ ખુબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવેલ હરો. આ તમામ કાર્યક્રમ મધ્યસ્થ જેલ અધિક્ષક શિવમ વર્માના અધ્યક્ષતામાં નાયબ અધિક્ષક એ.પી.જાડેજાના સુપરવિઝન હેઠળ સીનીયર જેલર બી.બી.પરમાર તેમજ અન્ય અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા. અધિકારીઓ દ્વારા તમામ કેદીઓને ઇદની શુભકામના પાઠવવામાં આવેલ હતી અને વહેલી તકે જેલ મુક્ત થઈ પોતાના પરીવાર સાથે રહે તેવી શુભકામના આપવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.