Abtak Media Google News

જમીન-મકાનના ધંધાર્થીઓ પાસેથી ‚રૂ.૪૮.૮૫૦ની રોકડ કબ્જે

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી મધુવન સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા આઠ જમીન મકાનના ધંધાર્થીઓની ધરપકડ કરી ‚રૂ.૪૮,૮૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મધુવન સોસાયટીમાં રહેતા અશ્ર્વીન હરીભાઇ ઝાલાવડીયા નામના પટેલ શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ વિજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પી.આઇ. એચ.એમ.ગઢવી, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા અશ્ર્વિન હરીભાઇ પટેલ, પંચાયતનગરના દિલીપ રામજી કોરડીયા, આકાશવાણી ચોકના રમેશ નરશી કોરડીયા, સાધુવાસવાણી રોડના નિલેશ લક્ષ્મીદાસ મારડીયા, પુષ્કરધામના રાજેશ નરશી કોરડીયા, ગોલ્ડન પાર્કના કિશોર નરશી પટેલ, રવિ રત્ન પાર્ક પાસેના ક્રિષ્ના સાગર એપાર્ટમેન્ટના દર્શન અમૃતલાલ બાથાણી અને સાધુવાસવાણી રોડના રમેશ વાલજી હીરાણી નામના શખ્સોને ‚રૂ.૪૮,૮૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.