Abtak Media Google News

‘એક દેશ એક ચૂંટણી’! કાયદાકીય ફેમ વર્ક વગર લોકસભા-વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવી અશકય

છેલ્લા ઘણા સમયથી ‘એક દેશ એક ચૂંટણી’ની અટકળોનો ચૂંટણીપંચે અંત આણ્યો છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી અંગે ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે સ્પષ્ટપણે જણાવ્યું કે કાયદાકીય ફેમ વર્ક વગર લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવી શકય નથી.

Advertisement

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષો એપ્રિલ-મે માં લોકસભાની ચૂંટણી છે જયારે ચાલુ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. જેમાં ૧૫ ડિસે. મિઝોરમ અને જાન્યુ. ૫ અને ૭ તેમજ ૨૦ જાન્યુ. ૨૦૧૯એ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ બંને ચૂંટણી એક સાથે યોજાઈ શકે તેવી ભાજપની આશા હતી. જો કે ત્યારબાદ ભાજપે એવી સ્પષ્ટતા કરી હતી કે, આ દરખાસ્ત એક લાંબાગાળાનું લક્ષ્ય છે અને તેને તુરંત લાગુ કરવા માટે ભાજપ તરફથી કોઈ દબાણ કરાયુ નથી. આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને એક સાથે યોજાય તો ખર્ચ અને સમય બંને બચી શકે છે.

તો બીજી તરફ ચૂંટણી કમિશનર ઓ.પી.માથુરે જણાવ્યું કે, “લોકસભાની ચૂંટણી યોજાવાની હોય તેના ૧૪ મહિના પહેલા તૈયારી શ‚ કરવામાં આવી છે. પંચ પાસે માત્ર ૪૦૦ વ્યક્તિનો જ સ્ટાફ છે. જો કે, ચૂંટણી સમયે ૧.૧૧ કરોડ લોકોને ચૂંટણીના કામમાં લગાવવામાં આવે છે.

મહત્વનું છે કે મતદાન સમયે ઈલેકટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) ફેલ ગયા છે તેવી પણ ફરિયાદ ઘણા બધા રાજયોમાં ઉઠી હતી. જો કે, રાવતે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “દેશના કેટલાક રાજયોમાં ઈવીએમ મશીન ખોરવાઈ જવાની ફરિયાદ ઉઠી હતી જે માત્ર ૦.૫ કે ૦.૬ ટકા જ હતી.

ત્યારબાદ (વીવીપેટ) વોઈટર વેરીફાઈડ પેપર ટ્રેઈલ મશીનનો કોન્સેપ્ટ આવ્યો જે ૧૦૦ ટકા ગુપ્ત અને સલામત હોવાનું જણાવવામાં આવ્યું. તાજેતરમાં મેઘાલયમાં વીવીપેટ મેન્યુફેકચરિંગ અંગે ફરિયાદ ઉઠી હતી. જો કે, વરસાદી વાતાવરણને પગલે વીવીપેટ મશીનના કાગળ ભેજવાળા થઈ ગયા હતા જેને કારણે મશીનમાં ખરાબી આવી હતી.

જયારે ચૂંટણી સમયે નોટાનો ઉપયોગ કરનાર ૧.૨ થી ૧.૪ ટકા લોકો દ્વારા અન્ય એક કવેરી બહાર આવી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે નોટાનો ઉપયોગ કરનાર લોકોએ જયારે નોટાનું બટન દબાવ્યું ત્યારે પણ વીવીપેટ મશીન કાર્ય કરતું ન હતું અને આ મુદ્દાને પોલીટીકલ બનાવી ઉછાળવામાં આવ્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે ચૂંટણીપંચે લોકસભા વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજાવવાની વાતનો છેદ ઉડાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.