Abtak Media Google News

સાત સભ્યો વચ્ચે મહાજંગ: કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ, શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણા સમિતિનો સમાવેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિઓની રચના માટે આગામી 30 જૂનના રોજ મળનારી સામાન્ય સભામાં ચૂંટણી યોજાશે. બોર્ડના ચૂંટાયેલા 9 સભ્યો પૈકી 7 સભ્યોએ પાંચેય સમિતિમાં સ્થાન મેળવવા માટે દાવેદારી કરી છે. આમ, પાંચ સમિતિમાં ચૂંટાયેલા સભ્યોની કુલ 13 જેટલી જગ્યા છે અને તે માટે 7 સભ્યો વચ્ચે સ્પર્ધા થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ પાંચ જેટલી સમિતિઓ છે. જેમાં કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ, શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણા સમિતિનો સમાવેશ થાય છે.

Advertisement

આ સમિતિઓની મુદ્દત અત્યાર સુધી બે વર્ષની હતી, પરંતુ તાજેતરમાં 2 જૂનના રોજ મળેલી બોર્ડની સામાન્ય સભામાં બોર્ડની સમિતિઓની મુદ્દત એક વર્ષની કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેની પર સરકારની મંજૂરી મળતા હવે આ તમામ સમિતિઓની મુદ્દત એક વર્ષની કરવામાં આવી છે. જેથી હવે શિક્ષણ બોર્ડ દ્વારા સમિતિઓની રચના માટે ચૂંટણીની જાહેરાત કરી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 30 જૂનના રોજ બોર્ડની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેમાં બોર્ડની વિવિધ પાંચ સમિતિની રચના માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં બોર્ડના ચૂંટાયેલા 9 સભ્યો પૈકી 7 સભ્યો વચ્ચે તિવ્ર સ્પર્ધા જોવા મળશે. બોર્ડના 9 સભ્ય પૈકી વાલી મંડળના સભ્ય ધીરેન વ્યાસનો વિવાદ ચાલે છે, જેથી તેઓ ઉમેદવારી કરી શક્યા નથી. જ્યારે નિદત બારોટે એક પણ સમિતિમાં સ્થાન માટે ઉમેદવારી કરી નથી. જેથી હવે બાકી રહેલા 7 સભ્યોએ પાંચેય સમિતિમાં સ્થાન મેળવવા માટે ઉમેદવારી નોંધાવી છે.

બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટ, જે.પી. પટેલ, મુકેશ પટેલ, હસમુખ પટેલ, જશુ રાવલ, મુકેશ પટેલ અને વિજય ખટાણાએ પાંચેય સમિતિમાં સ્થાન માટે દાવેદારી નોંધાવી છે. જોકે, હવે જ્યારે સમિતિઓ સમરસ થાય તેમ છે ત્યારે અગાઉ જે સભ્યો જે સમિતિમાં હતા તેના બદલે તેમને અન્ય સમિતિઓમાં સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે અમુક સભ્યોને એક જ સમિતિમાં સ્થાન મળે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.