Abtak Media Google News
  • રાજકોટ કલેકટર કચેરીના કેમ્પસમાં પાર્કિંગની જગ્યા ખૂટી ગઈ તેટલી કારોના ખડકલા
  • ફરિયાદ સંકલન, લો એન્ડ ઓર્ડર અને ચૂંટણીની સમીક્ષા બેઠક મળી : જિલ્લાભરના તમામ અધિકારીઓનો કલેકટર કચેરીએ જમાવડો

આજે બપોરથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આ પૂર્વે સવારથી જ જિલ્લા કલેકટર કચેરીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો. ચૂંટણી સિવાયના શક્ય તેટલા કામો પૂર્ણ કરવા અધિકારીઓએ રીતસરની મોટી કસરત હાથ ધરી હતી.

ચૂંટણી પંચ દ્વારા બપોરે ત્રણ કલાકે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશભરમાં વિવિધ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક માટેની ચૂંટણીની તૈયારી કલેકટર પ્રભવ જોશીની આગેવાનીમાં કરી લેવામાં આવી છે. માત્ર ચૂંટણી જાહેર થાય તેની તંત્ર દ્વારા રાહ જોવામાં આવી રહી હતી. જેવી કે ચૂંટણીની જાહેરાત થાય અધિકારીઓ ચૂંટણીના કામે લાગી જવા તૈયાર બેઠા હતા. જોકે આજે બપોરે ચૂંટણી જાહેર થવાની હોય, કલેકટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો હતો.

આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરીમાં લો એન્ડ ઓર્ડર અને ફરિયાદ સંકલનની બેઠક ગોઠવવામાં આવી હતી. ફરિયાદ સંકલનની બેઠક આચારસંહિતાની અમલવારી બાદ શક્ય ન હોય એટલે ફરિયાદ સંકલનમાં શક્ય તેટલી કામગીરી કરી નાખવામાં આવી હતી. આ ઉપરાંત  લો એન્ડ ઓર્ડરમાં જરૂરી સૂચનાઓ આપી ચૂંટણી પહેલા શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે પગલાઓ લેવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બંને બેઠકમાં જિલ્લાભરના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હોય જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા ચૂંટણી માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી લેવામાં આવી હતી. આ ત્રણેય બેઠકોમાં જિલ્લાભરના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હોય કલેક્ટર કચેરીના કેમ્પસમાં કાર પાર્કિંગ માટે પણ જગ્યા ખુટી પડી હતી.

ઉલ્લેખનિય છે કે આચાર સંહિતા લાગુ પડી હોય ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટિક સ્ક્વોડ સહિતની ટિમો ફિલ્ડમાં ઉતરી પડવાની છે. આચારસંહિતાનો ભંગ ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા સૂચના આપવામાં આવી છે.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી કરી  જરૂરી માર્ગદર્શન હતી. કલેક્ટરએ અત્યાર સુધીની ચૂંટણી અનુલક્ષીને થયેલી  કામગીરી વિષે નોડલ અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, આસી. કલેકટર નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, રિજિયોનલ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક કલેકટર ઇલાબેન ચૌહાણ, ડી.એસ.ઓ. રાજેશ્રી વંગવાણી, પ્રાન્ત અધિકારી જે. એન. લીખીયા, ગ્રીષ્માબેન રાઠવા, રાહુલ ગમારા, ચાંદની પરમાર, સમાજ કલ્યાણ અધિકારી આનંદબા ખાચર, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસr સાવિત્રીબેન નાથજી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

આદર્શ આચાર સંહિતના પાલન અંગે અધિકારીઓને કલેકટરે આપ્યું માર્ગદર્શન

રાજકોટ જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાય, તે માટે આ બેઠકમાં આદર્શ આચારસંહિતા અંગે ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું.જેમાં મતદાન કેન્દ્રો, સભા-સરઘસ બંધી, ડેટા એન્ટ્રી, ડોક્યુમેન્ટેશન, તાલીમ, મતદાન પહેલાની કામગીરી, મતદાન દિવસની કામગીરી, મતદાન મથકની રચના, ઉમેદવારોના ખર્ચના હિસાબો,  નિરીક્ષકોની કામગીરી, પોસ્ટલ બેલેટ કામગીરી, ચૂંટણી પ્રચાર, સરકારી વાહનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ, મતદાર જાગૃતિ, ફરિયાદોના સ્ત્રોત, ઉમેદવારોના પ્રચાર ખર્ચ પર દેખરેખ, આદર્શ  આચાર સંહિતાનાં અમલીકરણ, બેનર – પોસ્ટર- હોર્ડિંગ્સ દૂર કરવા, ફ્લાઈંગ સ્કવોડની કામગીરી, ફરિયાદોના નિરાકરણ સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.

રાજકીય બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવા કલેકટરની સૂચના

કલેકટરએ કમિશનરેટ, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર તેમજ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર નિયત સમય મર્યાદામાં સરકારી અને રાજકીય બેનરો, હોર્ડિંગ્સ દૂર કરવા સૂચના આપી હતી. ખાસ કરીને અધિકારીઓ-કર્મચારીઓની રજા બાબતે નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, મતદાન જાગૃતિ, વધુને વધુ મતદાન માટે જાગૃતિ કાર્યક્રમો, મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવી વગેરે વિશે સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.