Abtak Media Google News
  • કીડીને કોસનો ડામ !
  • ઘરનું આટલુ મોટુ બીલ જોઈને વેપારીને ચકકર આવી ગયા: પીજીવીસીએલને જાણ થતા ભૂલ સ્વીકારી

ગોંડલમાં વીજબિલની અધધધ રકમ જોઈને વેપારીને ચક્કર ચડી ગયા હતા. ફેબ્રિકેશન કામ કરતા વેપારીના ઘરે 140 યુનિટનું રૂ.2,77,33,330 વીજ બિલ ફટકરવામાં આવ્યું હતુ. સિંગલ ફેઇસ 140 યુનિટનું વીજ બિલ 2.77 કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર થયો હતો.બાદ માં પીજીવીસીએલ દ્વારા ભુલ સુધારી લઈ રુ.901 નું બીલ આપતા વેપારીએ હાશકારો અનુભવ્યો હતો.

વિજ કંપની દ્વારા ગ્રાહકોને આડેધડ કરવામાં આવે છે. એવો જ એક કિસ્સો ગોંડલમાંથી પ્રકાશમાં આવ્યો છે. ગોંડલમાં નેશનલ હાઇવે પર ઉર્જા રેસિડેન્સી માં રહેતા અને ફેબ્રિકેશનનુ કામ કરતા નાનજીભાઈ સાકરિયાના ઘરે લાઈટ બિલની અધધ રકમનું બિલ આવ્યું હતુ. તેમના મોબાઈલ પર ગત 30 તારીખે બપોરે 4.00 વાગ્યે મેસેજ આવ્યો હતો. મેસેજમાં રકમ જોઈને નાનજીભાઈને ચક્કર આવી ગયા હતા. તેમણે પોતાની કોઈ ભૂલ નથી થતીને તેનું વેરીફાઈ કરવા માટે મેસેજને બે ત્રણ વાર ધ્યાનથી વાંચ્યો હતો. મેસેજ વાંચીને તેમને પોતાની આંખો પર વિશ્વાસ થતો ન હતો. સિંગલ ફેઇસ અને 140 યુનિટ રીડિંગનું રૂ.2,77,33,330 બિલનો મેસેજ આવ્યો હતો.

2.77 કરોડની રકમ વાંચીને નાનજીભાઈ ઘરે દોડી આવ્યા હતા. તેમણે મીટરમાં વપરાયેલા યુનિટ વાંચ્યા હતા. બીલમાં ગત માસમાં વપરાયેલા યુનિટ પણ ચકાસ્યા હતા. 140 યુનિટ વીજળીનો વપરાશ નું આશરે રૂ. નવસો થી હજાર નું બિલ થાય છે. તેની સામે વીજ કંપની 2.77 કરોડ વીજબિલ આવ્યુ હતું.

અધધધ બીલ અંગે વિજ કંપની માં સંપર્ક  કરતા  પીજીવીસીએલના નાયબ ઈજનેર  સંદીપ સી. હિરાણી એ જણાવ્યું હતું કે ભુલ થઈ હોઈ આંકડો  મિસ્ટેક થઈ ગયો હોય અથવા તો પંચિંગ મિસ્ટેક થઇ ગઇ હોઈ શકે. પોઇન્ટ પછી ના આંકડા નાખી દીધા હોઈ તો એવું પણ થઈ શકે અથવા તો મીટર જમ્પિંગ થયું હોઇ તો ફોલ્ટ નું બિલ આપીએ અને મોબાઈલ માં જો મેસેજ આવ્યો હોઈ તો એ ફ્રોડ પણ હોઈ શકે.  પીજીવીસીએલની સાઇટ પર થી મેસેજ હોય તો માન્ય ગણી શકીએ આવો ઇસ્યુ હોઇ શક્ય જ નથી.

પીજીવીસીએલ નાં નાયબ ઇજનેર ને રજુઆત બાદ હરકત માં આવેલા તંત્ર દ્વારા તત્કાલ બીલ આપનાર કર્મચારી નાનજીભાઇ નાં ઘરે દોડી જઇ ફરી ચકાસણી  કરી ડીઝીટલ મીટર માં આંકડા જોઈ 150 યુનિટ નું રુ.901 બીલ આપતા નાનજીભાઇનાં શ્ર્વાસ હેઠા બેઠા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.