Abtak Media Google News

વિશ્વ ના ટોચના ધનકુબેરે 44 બિલિયન ડોલરમાં બ્લુ ચકલી ખરીદી લીધી

વિશ્વમાં ટ્વિટર ખરીદવાની હરીફાઈમાં  વિશ્વના ટોચના ધનાઢ્ય વ્યક્તિ હાઈફ હતા તેમાંથી ઇલોન મસ્કએ 44 બીલીયનમાં હાંસલ કરી લીધું દર્શાય છે.

વિશ્વની અગ્રણી સોશિયલ મીડિયા કંપની ટ્વીટરના બોર્ડ ઓફ ડીરેક્ટરની બેઠકમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવેલી 44 અબજ ડોલરની ઓફર અંગે વિચાર બાદ હાંસલ કરી લીધી છે. અગાઉ, ટ્વીટર દ્વારા આ ઓફર સ્વીકારવા અંગે ઠંડો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.પરંતુ, મસ્ક સાથેનો સોદો પૂર્ણ થશે એવી આશાએ સોમવારે અમેરિકન શેરબજારમાં ટ્વીટરના શેર 4 ટકા વધી 50.73 ડોલર પ્રતિ શેર ખુલ્યા હતા. જયારે મસ્કે એ ઓફર કરી ત્યારે શેરનો ભાવ 39 ડોલર આસપાસ હતો.

તા. 14 એપ્રિલના રોજ મસ્કે ટ્વીટર ખરીદવા માટે 54.20 ડોલરના ભાવે એક શેર મળી 41.49 અબજ ડોલરના ભાવે બધા જ શેર ખરીદવા માટે ઓફર કરી હતી. આ ભાવ ટ્વીટરના વર્તમાન બજાર મુલ્ય 34.94 અબજ ડોલર કરતા ઘણો વધારે છે. અગાઉ, ટેસ્લાના સ્થાપક અને રોડથી અવકાશ સુધીના વિવિધ બિઝનેસમાં રોકાણ ધરાવતા ઈલોન મસ્કે માઈકો બ્લોગીંગ સેવા ટ્વીટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદેલો છે.

મસ્કે પોતાની ઓફરની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું હતું કે આ તેમની અંતિમ ઓફર છે અને જો તે સ્વીકારવામાં નહી આવે તો પોતે પોતાના વર્તમાન બધા જ શેર બજારમાં વેચશે. મસ્કની 9.2 ટકા શેર ખરીદવાની જાહેરાત પછી તેને બોર્ડમાં સભ્ય બનાવવા અંગે વિરોધ થયો હતો એટલે મસ્કે આખી જ કંપની ખરીદી લેવાની જાહેરાત કરી હોવાની પણ બજારમાં ચર્ચા ચાલી રહી છે.

બોર્ડના સભ્યો અને શેરહોલ્ડર વચ્ચે કંપનીના મૂલ્ય કરતા મહત્વની ચર્ચા એ છે કે મસ્કનું ભવિષ્યનું આયોજન શું છે? અમેરિકન પબ્લિક લીસ્ટેડ કંપની જો ડીલીસ્ટ કરી ખાનગી કરવામાં આવે તો શેરહોલ્ડર્સને અને વાણી સ્વતંત્રતા ઉપર તરાપ પણ ગણવામાં આવી શકે છે. મસ્કે કંપની ખરીદવા માટે જરૂરી નાણાની વ્યવસ્થા કરી લીધી હોવાની અને 46 અબજ ડોલર સુધીનું ફન્ડિંગ મેળવી લીધું હોવાની જાહેરાત પણ તા.20 એપ્રિલે કરી હતી. કંપની ગુરુવારે પોતાના માર્ચ ક્વાર્ટરના પરિણામ પણ જાહેર કરવાની છે.

ઈલોન મસ્ક માત્ર વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ નથી પણ 300 અબજની સંપત્તિ સાથે પોતાનું સામ્રાજ્ય સતત વિસ્તરી રહ્યા છે. સૌથી આધુનિક ઇલેક્ટ્રિક મોટરકાર બનાવતી કંપની ટેસ્લાના સ્થાપક મસ્કના ધંધાના હિતો અને રોકાણ રોડથી લઇ અવકાશ સુધી વિસ્તરેલા છે. અહી એમના સામ્રાજ્યની એક ઝલક આપી છે તેમાં તેમણે રોકાણ કર્યું છે અને તેના બિઝનેસના વિસ્તારથી પોતે જંગી આવક રળવાની નેમ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.