Abtak Media Google News

બાળક જીજ્ઞાસુ હોવાથી ઘણા પ્રશ્ર્નો પૂછે છે, નાના બાળકો શિક્ષકની સુચના પ્રમાણે કાર્ય કરે છે: નાના બાળકો સાધારણ પ્રશ્નોના જવાબો આપતા હોય છે

બાળક અનુકરણ, અવલોકન, પ્રયત્ન અને ભૂલ, ભાગીદારી, સમસ્યા ઉકેલ, તપાસ, શોધ જેવી બાબતોને કારણે શીખે છે: શિક્ષકે શિક્ષણની સંકલ્પના અને પ્રક્રિયા બરોબર સમજવી પડે છે.

બાળકની શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા સૌથી અગત્યની છે. શિક્ષણ અટલે શું? બાળક કેવી રીતે શીખે છે? શિક્ષક બાળકોના શિક્ષણને સરળ કેમ બનાવી શકે? આવા બધા જ પ્રશ્ર્નોના જવાબમાં શિક્ષક સજજતા ખુબ જ જરુરી છે. શિક્ષણમાં સૌથી અગત્યની બાબત દ્રઢિકરણ છે અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન છે. બાળકને કયારેય ભણાવી ન શકાય  માત્ર તેને માર્ગદર્શન – સમજ આપીને તેને ભણતો કરી શકાય છે. સ્વઅઘ્યયન એટલે જ તેના વિકાસ માટેનું અતિ મહત્વનું છે. દરેક બાળકમાં જીજ્ઞાસા વૃત્તિ પાવર ફૂલ હોવાથી તે ઘણા બધા પ્રશ્ર્નો પૂછે છે. નાનકડા બાળકો શિક્ષકની સુચના મુજબ બહુ જ સારુ કાર્ય કરે છે.

દરેક બાળક પોતે શિખવાની પ્રક્રિયામાં અનુકરણ અવલોકન, પ્રયત્ન અને ભૂલ, ભાગીદારી, સમસ્યા ઉકેલ, સુચના પ્રમાણે કાર્ય સાથે આસપાસના પર્યાવરણ  જેવામાંથી પ્રેરણા મેળવી, પોતાને સંતોષ થાય તે રીતે હલ શોધીને રસ – રૂચી  પ્રમાણે શિક્ષણ પ્રક્રિયામાં સામેલ થાય છે. પ્રારંભે પ્રથમ વખત આવતું બાળક શાળા વાતાવરણમાં ફિટ બેસતા થોડા સમય એડજસ્ટ થવામાં લગાડે છે. આ ગાળામાં શાળા સંકુલ, શિક્ષકોની ભૂમિકા અગત્યની છે. બાળકના રસ, રૂચી વલણોને ઘ્યાને લઇને તેને શાળાએ આવવું ગમે, બેસવું ગમે અને ભણવું ગમે તેવું વાતાવરણ શિક્ષકે નિર્માણ કરવું પડે છે. ધો. 1 માં 100 ટકા નામાંકન થયા બાદ ધો. 8 સુધીમાં તે સંખ્યા 80 ટકા થઇ જાય છે. મતલબ કે ર0 ટકા બાળકોને આ માફક ન આવવાથી તે શાળા છોડી દયે છે મતલબ કે ડ્રોપ આઉટની સમસ્યા ના મુળમાં રસમય શિક્ષણનો અભાવ જોવા મળે છે.

બાળકના પ્રારંભ શિક્ષણના ધો. 1- ર- 3 અતિ મહત્વના એટલા માટે છે કે તે શાળા માઘ્યમ અને ઘરના આસપાસના વાતાવરણ તથા તેની જેવડા મિત્રો પાસેથી ઘણું બધુ શિખવા લાગે છે. આ ગાળામાં તેની વાંચન, ગણના અને લેખનની ક્ષમતાનો વિકાસ થતાં તેને શિક્ષણ પ્રત્યેનો લગાવ વધે છે અને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડાવા લાગે છે. વર્ગ ખંડની અસરકારકતા પણ બાળ શિક્ષણનો અગત્યનો ભાગ હોવાથી આ બાબતે શિક્ષકે કાળજી લેવી પડે છે. વર્ગખંડની દરેક પ્રવૃતિમાં બધા જ બાળકો ભાગ લે એ જરુરી છે. રસમય શિક્ષણ અને પ્રવૃતિ જ બાળકનાં સંર્વાગી વિકાસ માટે અગત્યની છે.

વર્ગખંડની તમામ પ્રવૃત્તિમાંથી બાળક તેન આવડત કે સમજણ પ્રમાણે જોડાય છે. આ ગાળામાં જ તે બાળકોમાંથી પ્રેરણા મેળવે છે. તેને જુથમાં એકટીવીટી કરવી ગમતી હોવાથી શિક્ષકે તે વધુ કરાવવી જરુરી છે.

સૌથી અગત્ની વાત દ્રષ્ટિકરણનીછે. બાળકને બહુ યાદ ન રહેતું હોવાથી અને તેન વય કક્ષા મુજબ થોડો સમય જ ઘ્યાન કેન્દ્રીત કરી શકતો હોવાથી દ્રઢિ કરણ સૌથી અગત્યની બાબત છે. આગલા દિવસે ચાલેલ બીજા દિવસે પ્રારંભે યાદ કરાવવું, પુનરાવર્તન કરવું એ જ શ્રેષ્ઠ બાબત છે. શિક્ષણમાં આજ વસ્તુ રસમય બનાવે છે. શિક્ષકની સુચનાનો અમલ, શ્રવણ તથા તે મુજબનું કાર્ય તેનો માનસિક વિકાસ કરે છે. ગણિતમાં મહાવરા આપવાથી તેને ગણન પ્રક્રિયામાં સરળતા રહે છે. એક-બે દાખલાની સમજ બાદ તેવા જ દાખલોા તમે સ્વ. અઘ્યયનમાં આપો તો તે તેને ગણવા પ્રેરાય છે. જો તેને તકલીફ પડતી હોય તો વ્યકિતગત માર્ગ દર્શન આપીને પણ તેને સબળા કહી શકાય છે.

બાળકને કેટલું આવડયું છે? આ માત્ર મુલ્યાંકન નથી જ શિક્ષકને ખબર પડે છે. આજના યુગમાં તો હવે દરેક બાળકનું સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન કરવું જરુરી છે. આજે દર વિકે ટેસ્ટ લેવાય છે અને જે અભ્યાસક્રમ ચાલેલ છે. તેની લેવાતી ટેસ્ટથી બાળકોન કેટલું યાદ રહ્યું તે પણ ખબર પડી જાય છે. સેમેસ્ટર પઘ્ધી એટલે જ સફળ થઇ છે કે બાળકને આખા વર્ષનું યાદ રાખવું પડતું નથી. શિક્ષકોની શિક્ષણ પઘ્ધતિ પણ બાળકની શિખવાની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવતી હોવાથી બાળકને રસ પડે તેવી પઘ્ધતિ થી શિક્ષણ આપવું જોઇએ જેમાં ચિત્ર પઘ્ધતિ, નાટય પઘ્ધતિ, વાર્તાપઘ્ધતિ સાથે વિવિધ ટેતકનીકનો ઉપયોગ, દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને શૈક્ષણિક રમકડાંના માઘ્યમથી બાળકને ઝડપી અને ચિરંજીવી શિક્ષણ આપી શકો છો.

જીવન મૂલ્ય શિક્ષણમાં બાળકોને પ્રેરક પ્રસંગો બહુ જ અસર કરે છે, માટે પ્રાર્થના સમયે અથવા જયારે અવકાશ મળે ત્યારે બાળકોને કહેવા જ જેને કારણ તેને સારા નરસાની પરિભાષાની સમજ પડે છે. બાળકોને સમુહમાં કહેવાની ટેવ ખુબ જ સારી છે. બધા જ આવતાં તહેવારો વિશે તેને વાત કરીને શાળામાં ઉજવણી કરવાથી તેનામાં આપણી સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો જેવું ઘણું જ્ઞાન મળે છે. બાળકોને અનુભવજન્ય શિક્ષણ આપવાથી તેનો સંર્વાગી વિકાસ ઝડપી થાય છે. પોતાના વર્ગના બાળકો સાથે રમતોના નિયમોનું પાલન કરતાં કેટલીક રમતો રમે છે. સ્પોર્ટસ દ્વારા બાળકમાં લીડરશીપના ગુણો ખીલે છે.

બાળક અનુકરણથી ઘણું શીખી શકતો હોવાથી શિક્ષકે આ બાબતે જાગૃત રહેવું જરુરી છે. બાળકની અવલોકનની ટેવ પાવર ફૂલ હોવાથી તે પણ ઘણી બાબતોમાં માર્ગદર્શન આપી શકે છે. બાળક તેની શિક્ષણે પ્રક્રિયામાં પ્રયત્ન અને ભૂલ આ બે શખ્દોમાંથી ઘણું બધુ શીખે છે. ભૂલ થયાનો ખ્યાલ તેને ફરી વિચાર કરીને ફરી પ્રયત્ન કરવા પ્રેરણા આપે છે. નવું – નવું શિખવાની જીજ્ઞાસા જ તેને પ્રયત્નો કરવા પ્રેરણા આપે છે. બાળક – બાળકમાંથી ઘણું શીખતો હોવાથી ગ્રુપમાં પ્રવૃતિ અતિ ઉત્તમ છે, નાના જુથોમાં કરાવેલી પ્રવૃતિ સક્રિય સહભાગીતામાં હોવાથી સારુ પરિણામ આપે છે.

શિક્ષણથી બુઘ્ધિ અને જીવનનું ઘડતર થાય

દેશન વિકાસનાં શિક્ષણનું મહત્વ વિશેષ છે, કારણ કે શિક્ષણ બુઘ્ધિ અને જીવનનું ઘડતર કરે છે. શિક્ષણ થકી જ બાળક દેશનો શ્રેષ્ઠ નાગરીક નિર્માણ થાય છે, માટે સારૂ શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરુરી છે વ્યકિતને આગળ વધવા અને સિઘ્ધી પ્રાપ્ત કરવા શિક્ષણ મેળવવું પડે છે. બાળકના ઉજળા ભવિષ્ય માટે તેને ભણાવવો જરુરી છે. બાળકને કેટલું આવડયું તે તેના આંતરિક અને બ્રાહ્મ મુલ્યાંકનથી જ ખબર પડે છે. અસરકારક શિક્ષણ માટે પુનરાવર્તન અને દ્રઢિકરણનું મહત્વ હોવાથી શિક્ષકેે આ બાબતે ચિવટ રાખવી જોઇએ. શિક્ષણથી જ બાળકનો સામાજીક અને માનસિક વિકાસ પ્રબળ બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.