Abtak Media Google News

દેશભરમાં ઘણા લાંબા સમયથી ઓનલાઈન ફોર્ડ થવાના સમાચાર સાંભળવા મળે છે , જોકે કેટલાક ટેક્નોલોજી એક્સપર્ટ આ સમસ્યા ઉકેલવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં દેશના સૌથી મોટા સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને ફોર્ડથી બચાવવા માટે એક નવી રીત શોધી છે.

Advertisement

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું છે કે બેન્ક દ્વારા ચીપ વાળું એક એટીએમ ચાલુ કરવામાં આવ્યું છે. આ ડેબિટ કાર્ડમાં ઇએમવી ચિપ રહેશે. બેંક તરફથી ચાલુ કરાયેલ નવા ડેબિટ કાર્ડ જૂના મેજસ્ટ્રિપ (મેગ્નેટિક) એટીએમ કાર્ડની સરખામણીમાં વધુ સુરક્ષિત છે.

એસબીઆઈ તરફથી થોડો દિવસ પહેલા ટ્વિટર એકાઉન્ટ પર નવી ATM વિશે માહિતી આપવામાં આવી હતી. ટ્વિટરમાં જણાવ્યું હતું કે ઇએમવી ચિપ કાર્ડ માટે ગ્રાહક દ્વારા અરજી કરવામાં આવશે . જેથી તેઓ નવા કાર્ડ મેળવી શકશે અને તેઓ ફોર્ડથી સુરક્ષિત રાખી શકે.

એસબીઆઈ ગ્રાહક નવા કાર્ડ મેળવવા માટે બેન્કની હોમ બ્રાંચ સાથે સાથે ઑનલાઇન એપ્લિકેશન પણ કરી શકે છે. ગ્રાહક હોમ બ્રાન્ચ પાસે જઈને મેગસ્ટ્રિપ કાર્ડની જગ્યાએ ઇએમવી કાર્ડ લઇ શકે છે. સાથે સાથે જો ગ્રાહક ઇચ્છે તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પણ કાર્ડ બદલાવવા માટે અરજી કરી શકાય છે.

બેંકે જણાવ્યું હતું કે ઇવીએમ ચિપ સાથે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર એક નાનો ચીપ લાગશે. આ ચિપ માં ગ્રાહક ખાતા સાથે જોડાયેલ સંપૂર્ણ માહિતી છે. આ જાણકારી ઇનક્રીપ્ટેડ છે, જેનાથી કોઈ તેના ડેટાની ચોરી કરી શકતું નથી. ઇએમવી ચીપ કાર્ડમાં ટ્રાંઝેક્શન દરમિયાન વપરાશકર્તાને ચકાસવા માટે એક યુનિક ટ્રાંઝેક્શન કોડ જનરેટ થાય છે. જે વેરિફિકેશન માટે સર્પોટ કરે છે જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં એવું નથી થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.