Abtak Media Google News

30 કિલોમીટરની એંડ્યુરન્સ હોર્સ રાઈડીંગમાં ગુજરાતભરના અશ્વસવારોએ ભાગ લીધો

ગઈ કાલે તા.17ના રોજ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટ નજીક ઇશ્વરીયા નાની અમરેલી ખાતે ઇન્ડીજીનસ હોર્સ એસોસિએશન ગુજરાત અને હાલાર સ્ટડ ફાર્મ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત એંડ્યુરન્સ હોર્સ રાઇડીંગનું આયોજન કરવામાં આવ્યું છે.એંડ્યુરન્સ હોર્સ રાઈડીંગમાં ગુજરાતભરના અશ્વસ્વરો ભાગ લીધો હતો તથા વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગઈ કાલે આયોજિત એંડ્યુરન્સ હોર્સ રાઈડીંગ 30  કી.મી. ની હતી જેમાં ગુજરાતભરમાંથી કાઠિયાવાડી,મારવાડી અને સિંધી નસલના ઘોડા સાથે કુલ 16 જેટલા અશ્વસવારોએ ભાગ લીધો હતો.એંડ્યુરન્સ એટલે એક પ્રકારે ઘોડાની મેરેથોન કહી શકાય,જેમાં લાંબા અંતર સુધી ઘોડો દોડે તો તે સારી હેલ્થ સાથે દોડે જેમાં એને થાક ન લાગે અને તેના અશ્વસવારને તકલીફ ન પડે અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઘોડાના હાર્ટ બીટ સામાન્ય હોય તેની,હેલ્થ નોર્મલ હોય તેને કોઈ લંગડાપણું ના હોય તે આમાં ખાસ જોવામાં આવે છે.

આ પ્રકારના નિયમો હોય છે જેને આધીન રહી અશ્વસવાર પોતાના અશ્વનું પ્રદર્શન કરવાનું હોય છે અને તેની તાકાતનો પરિચય આપવાનો હોય છે.એંડ્યુરન્સ રાઈડ એટલે એવું નથી કે કોઈ રેસ છે,એંડ્યુરન્સ રાઈડ એટલે ઘોડેસવાર અને ઘોડા વચ્ચે નો તાલમેલ જોવામાં આવે છે,તેના ટાઇમિંગ જોવામાં આવે છે,2 લુપમાં આ રાઈડ કરવામાં આવી હતી કુલ 30 કી.મી.માં આ રાઈડ કરવામાં આવી હતી.

1 લુપ પૂર્ણ થયા બાદ વેટર્નીટી ડોકટર ઘોડાની તપાસ કરે છે ત્યારબાદ બીજા 15 કિલોમીટરની રાઇડ કરવા માટેની અનુમતિ આપે છે.એંડ્યુરન્સ રાઈડમાં તેની હાર્ટબીટ ચેક કરવામાં આવે છે,તે લંગડાતો ચાલે છે કે નહીં તે ચેક કરવામાં આવે છે,તેને શરીરમાં પાણીની ઓછપ ન હોવી જોઈએ એ બધા પેરામીટર્સ ચેક કરીને તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

એંડ્યુરન્સ રાઈડ એટલે ઘોડેસવાર અને ઘોડા વચ્ચે નો તાલમેલ જોવામાં આવે છે : અનિરુદ્ધસિંહ વાઘેલા

અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં ઇન્ડીજીનસ હોર્સ એસોસિએશનના અનિરુદ્ધસિંહ વાઘેલા જણાવે છે કે,અમારી સંસ્થા છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે,અમે ગત વર્ષે પણ હાલાર સ્ટડ ફાર્મ સાથે આવી એક અવેરનેસ રાઈડ કરી હતી.એંડ્યુરન્સ રાઈડ એટલે એવું નથી કે કોઈ રેસ છે,એંડ્યુરન્સ રાઈડ એટલે ઘોડેસવાર અને ઘોડા વચ્ચે નો તાલમેલ જોવામાં આવે છે,તેના ટાઇમિંગ જોવામાં આવે છે,2 લુપમાં આ રાઈડ કરવામાં આવી હતી

કુલ 30 કી.મી.માં આ રાઈડ કરવામાં આવી હતી.1 લુપ પૂર્ણ થયા બાદ વેટર્નીટી ડોકટર ઘોડાની તપાસ કરે છે ત્યારબાદ બીજા 15 કિલોમીટરની રાઇડ કરવા માટેની અનુમતિ આપે છે.એંડ્યુરન્સ રાઈડમાં તેની હાર્ટબીટ ચેક કરવામાં આવે છે,તે લંગડાતો ચાલે છે કે નહીં તે ચેક કરવામાં આવે છે,તેને શરીરમાં પાણીની ઓછપ ન હોવી જોઈએ એ બધા પેરામીટર્સ ચેક કરીને તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

અમારો મૂળ હેતુ કાઠીયાવાડી બ્રીડ બચાવવાનો અને તેને પ્રમોટ કરવાનો છે : અજીતસિંહ ગોહિલ

અજીતસિંહ ગોહિલ અબતક મીડિયાને જણાવે છે કે આજે હાલાર સ્ટડફાર્મ ખાતે ઘોડાની રમતનું આયોજન થયું હતું જેમાં લગભગ 16 અશ્વ સવાર હોય ભાગ લીધો હતો. ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ પ્રજાતિ છે કાઠીયાવાડી મારવાડી અને સિંધી જેમાં કાઠીયાવાડી ઘોડા આ સ્પર્ધામાં સારી રીતે સફળ થઈ શકે છે જેનું કારણ કાઠીયાવાડી ઘોડાના પગ મજબૂત હોય છે.અમારો મૂળ હેતુ કાઠીયાવાડી બ્રીડ બચાવવાનો અને તેને પ્રમોટ કરવાનો છે ખેતી કાઠીયાવાડી અશ્વનું લોકો મહત્વ સમજે અને તેને પોતાના આંગણે રાખે.

એંડ્યુરન્સ એટલે એક પ્રકારે ઘોડાની મેરેથોન કહી શકાય : હઠીસિંહ સિસોદિયા

અબતક મીડિયા સાથેની વાતચીતમાં પશુ ડોકટર હઠીસિંહ સિસોદિયા જણાવે છે કે,આજે અહીં એંડ્યુરન્સ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું જે એક અવેરનેસ હોર્સ રાઈડ હતી જેમાં અશ્વપાલકોને ખ્યાલ આવે કે એન્ડ્યુરન્સ નામની જે ઘોડાની રમત હોય છે તેના નિયમો શું હોય છે અને તેમાં કઈ પ્રકારે ભાગ લઈ શકાય અને તેમાં વિજેતા થઈ શકીએ.એંડ્યુરન્સ એટલે એક પ્રકારે ઘોડાની મેરેથોન કહી શકાય,જેમાં લાંબા અંતર સુધી ઘોડો દોડે તો તે સારી હેલ્થ સાથે દોડે જેમાં

એને થાક ન લાગે અને તેના અશ્વસવારને તકલીફ ન પડે અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઘોડાના હાર્ટ બીટ સામાન્ય હોય તેની,હેલ્થ નોર્મલ હોય તેને કોઈ લંગડાપણું ના હોય તે આમાં ખાસ જોવામાં આવે છે.આ પ્રકારના નિયમો હોય છે જેને આધીન રહી અશ્વસવાર પોતાના અશ્વનું પ્રદર્શન કરવાનું હોય છે અને તેની તાકાતનો પરિચય આપવાનો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.