Abtak Media Google News

કબુતરને ચણ અને કુતરાને બિસ્કીટ ખવડાવતા વૃધ્ધ પર અચાનક થયેલા હુમલાથી ઢળી પડયા

કબુતરને હેરાન કરતા શખ્સને ટપારતા ઉશ્કેરાયેલા શખ્સે રિવોલ્વરની લૂંટ ચલાવી: પાકીટ અને અન્ય ચિજ વસ્તુની લૂંટ ન ચલાવતા ડરના કારણે રિવોલ્વર લઇ ભાગી ગયાની શંકા

ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે કબુતરને ચણ નાખવા અને કુતરાને બિસ્કીટ ખવવવા ગયેલા આહિર વૃધ્ધના માથામાં ધોકો મારી અજામ્યા શખ્સે રિવોલ્વરની લૂંટ ચલાવ્યાની રેલવે પોલીસમાં નોંધાયું છે. અજાણ્યો શખ્સ કબુતરને હેરાન કરતો હોવાથી તેને ઠપકો દેતા હુમલો કર્યો હોવાનું અને ડરના કારણે રિવોલવર લઇ ભાગી ગયાની શંકા સાથે પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોીલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા રીંગ રોડ પર સિલ્વર સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા અને લોહાનગર ટેલિફોન એકસચેન્જ પાસે જય મુરલીધર નામની હોટલ ધરાવતા સવજીભાઇ વિરાભાઇ ડાંગર નામના 62 વર્ષના આહિર વૃધ્ધ સવારે પોતાના નિત્યક્રમ મુજબ ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે કબુતરને ચણ નાખવા ગયા ત્યારે આશરે 35 વર્ષનો અજાણ્યો યુવક કબુલતર પકડીને ગરમ પાણીમાં નાખી કબુલતરનો શિકાર કરે તે પહેલાં સવજીભાઇ ડાંગરે ગરમ પાણીની ડોલને પાટુ મારી ઢોળી નાખી હતી.

સવજીભાઇ ડાંગરે કબુતરનો જીવ બચાવી પોતાના નિત્યક્રમ મજુબ કબુતરને ચણ નાખી રહ્યા હતા ત્યારે અચાનક જ પાછળથી ધોકાથી હુમલો થતા તેઓ ઢળી પડયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સ સવજીભાઇ ડાંગર પાસે રહેલી રિવોલ્વર જોઇ જતા તે ડરી ગયો હતો અને સવજીભાઇ ડાંગર તેના પર ફાયરિંગ કરશે તેવા ડર સાથે તે રિવોલ્વર લઇને ભાગી ગયો હતો. ઘવાયેલા સવજીભાઇ ડાંગરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રિવોલ્વરની લૂંટની ઘટના અંગેની રેલવે પી.આઇ. સેંજલ પટેલને જાણ થતા તેઓ સવજીભાઇની પૂછપરછ કરી હતી તેઓનું પાકીટ કે અન્ય કોઇ ચિજ વસ્તુની અજાણ્યા શખ્સે લૂંંટ કરી ન હોવાથી ડરના કારણે રિવોલ્વર લઇને ભાગી ગયો હોવાની શંકા સાથે પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી રિવોલ્વરની લૂંટ ચલાવી ભાગી છુટેલા શખ્સની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.