Abtak Media Google News

શું તમે પણ ફેસબુક પર મોકલેલ મેસેજને ડિલીટ કરનાર ફીચરની રાહ જોઇ રહ્યાં છો?

માર્ક ઝુકરબર્ગ અને બીજા ફેસબુક એક્ઝિક્યુટિવ્સ દ્વારા યુઝર્સને મોકલેલા મેસેજ રહસ્યમયી રીતે ડિલીટ થઇ ગયા. અત્યારે ફેસબુક યુઝર્સ સેન્ટ મેસેજને ડિલીટ કરી શકતા નથી, પરંતુ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ કંઇક રીતે આ ટાસ્કને પૂર્ણ કર્યો અને લોકોને મળેલ મેસેજ ડિલીટ થઇ ગયા. આપને જણાવી દઇએ કે અત્યારે Facebookના દિવસો સારા નથી ચાલી રહ્યાં અને કેમ્બ્રિઝ એનાલિટિકા સ્કેન્ડલના ચાલતા સોશ્યલ મીડિયા દિગ્ગજની નિંદા થઇ રહી છે.

પરંતુ Sent Messageને ડિલીટ કરનારા આ એકશનને ફેસબુક એક્ઝિક્યુટિવ્સ અને તેમના યુઝર્સની વચ્ચે વિશ્વાસઘાત જોવા મળી રહ્યો છે. જોકે, ફેસબુકે Tech Crunchની સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે કંપનીના કેટલાક મેસેજ ચુપચાપ ડિલીટ કર્યા.

કદાચ આવું ફીચર ટેસ્ટિંગના ચાલતા થયુ જોકે ફેસબુકથી યુઝર્સ કનવર્સેશન્સથી મેસેજને કોઇપણ પ્રકારની નોટિસ વગર ડિલીટ કરવામાં આવ્યા. પરંતુ ટેક ક્રંચ દ્વારા સબુતોની વાત કહેવા પર ફેસબુકે આ ફીચરના પ્લાનિંગનો ખુલાસો કર્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.