Abtak Media Google News

પહેલાના જમાનામાં આજ જેવી કોઇ સગવડતા ન હોવા છતાં માનવી મુકત મને આનંદથી જીવતો હતો: આજે બધી ભૌતિક સુવિધાઓ વચ્ચે માનવી અશાંત છે

સોશિયલ મીડિયા અને ઇલેકટ્રોનિક ગેઝેટે આજે બધાનો આનંદ અને સોશ્યલ લાઇફ છીનવી લીધી છે: માનવી જન્મથી વૃઘ્ધ વચ્ચે તેનો શારીરિક, માનસિક  અને સામાજીક વિકાસ કરે છે.

સમાજ અને તેની વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી છે, પણ સંતાનો ગેર માર્ગે જાય તે કોઇ માઁ-બાપ ચલાવી ન લે, પણ આજના યુગમાં માઁ-બાપ સંતાનોને કહી શકતા નથી.

ગમે તે કામ કરો પણ મનને આનંદ મળવો જોઇએ આટલી સરળ વાત કોઇને સમજાતી નથી. તંદુરસ્તીનો સિધો સંબંધ માનસિક સ્વસ્થા ઉપર છે. સામાન્ય તણાવ પણ ણા રોગોને નિમંત્રણ આપે છે. નિજાનંદ શબ્દ આજના યુગમાં ઘણો મહત્વનો છે ત્યારે આખા દિવસમાં આપણને બહુ ઓછા લોકો હાસ્ય કરતાં જોવા મળે છે. પહેલાના જમાનામાં આજના જેવી કોઇ સગવડતા ન હોવા છતાં માનવી મુકત અને આનંદથી જીવતો હતો, જેની સામે આજના યુગમાં અફાટ ભૌતિક સુવિધાઓ વચ્ચે પણ માનવી અશાંત છે. બધા જ હવે કહેવા લાગ્યા છે કે આ ઇલેકટ્રોનિક ગેઝેટે આપણું ઘણું બધુ છીનવી લીધું છે. આજનો સર્વ દિશાએથી કંટાળે લો માનવી યોગ-ઘ્યાનમાં પૈસા ખર્ચી ને શાંતિ મેળવી રહ્યો છે.

Advertisement

સમાજ અને તેની વ્યવસ્થામાં પરિવર્તન જરુરી છે પણ સંતાનો ગેર માર્ગે જાય તે કોઇ મા-બાપ ચલાવી ન લે પણ હવે આજના યુગમાં મા-બાપો સંતાનોને કહી શકતા નથી. સ્વચ્છંદતા વધવાથી ઘણી મુશ્કેલીઓ પરિવારો સહન કરે છે. આજનો ભણેલ – ગણેલ છોકરો મા-બાપ તે કહે છે કે તમને ખબર નહી પડે, સમાજ વ્યવસ્થામાં પરિવારના વડીલોની છત્રછાયાનું જયાં માન-પાન ન હોય ત્યાં આપણે શું આશા રાખી શકીએ. દોરડાવાળા ફોન, તાર, પેજર – એસ.ટી.ડી. બોકસ સાદા મોબાઇલ સાથે ટેબલેટ, લેપટોપ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વિગેરે આવતા હવે યુવા ધન આ બધામાં જ ર4 કલાક રચ્યો પચ્યો રહે તો હોવાથી તેનો વિકાસ થતો નથી. ખરેખર તો આજનો યુવા વર્ગ લક્ષ્યહીન છે તેને કોઇ માર્ગદર્શન આપનારો જ નથી.

માનવીને જન્મથી વૃઘ્ધ પામતા શારીરિક, માનસિક અને સામાજીક વિકાસ કરતો જ યુવા થઇને પોતાનો સંસાર શરુ કરે છે. મા-બાપ તો ભણાવી ગણાવીને તમને સતત આગળ વધવા પ્રેરણા અને ખર્ચ કરે છે પણ અંતે તો તેમને ભાગે દુ:ખ જ આવે છે. આજના સંતાનો જુદા થઇને મા-બાપને તેમના અંતિમ તબકકા માટે પણ આર્થિક આવકની મર્યાદા, સંતાનોને ભણાવવાના ખર્ચ સાથે હાલની મોંધવારીમાં બે છેડા ભેગો કરતો માનવી કંટાળી જતો જોવા મળે છે કે તે માનસિક તાણનો શિકાર બની જાય છે.

તરૂણો કે તેની એડોલેશન જીવન કાળમાં તેનામાં ઘણા  શારીરિક ફેરફારો, આવેગો આવતા હોવાથી અને ટીવી, ફિલ્મો, મોબાઇલ કે સોશિયલ મીડિયાના અતિરેકથી તેઓ ઘણી વાર અવડે પાટે ચડતા જોવા મળે છે. મોબાઇલ ક્રાંતિ ના લાભ કરતાં ગેરલાભ વધુ છે. આજે તો મોડી રાત્રીએ સુતો યુવાન બપોરે જમવા સમયે જાગે છે. ત્યારે તેના જીવન લક્ષ્ય બાબતે કયારે કાર્યરત થશે એ મોટો પ્રશ્ર્ન છે. બીજું આજના યુગમાં બધાએ રાતોરાત રૂપિયાવાળુ બની જવું છેે અને દેખાદેખીમાં લોન કે ઉંચા વ્યાજે કરજ કરીને મોજ શોખ પુરા કરવા છે ત્યારે સામે ચાલીને મુશ્કેલી લેવા જેવો ખેલ યુવા વર્ગમાં જોવા મળે છે. હાઇસ્કુલથી ભણતો છાત્ર કંટ્રોલમાં રહે તો ન હોવાનું શિક્ષકો કહે છે તેની પાછળ આવા કારણો પણ મહત્વના હોય છે.

પહેલાનો જમાનો ખુબ જ શ્રેષ્ટ હતો કારણ ફકત એક જ કે તેમાં તણાવ  મુકત જીવન સાથે ઓછી જરૂરીયાતોમા: દરેક માનવી જીવન પસાર કરતો હતો. ખોટા ખર્ચા જેવું કશું જ ન હોવાથી ‘દેણાં’ થતાં જ નહી ને માનવી જે કમાતો તેમાંથી પણ પરિવાર માટે બચત કરતો હતો. પહેલો કોઇ આજની જેમ લોન ના હપ્તા ભરતો ન હતો, એકબીજાની મદદથી ગમે તેવા પ્રસંગો પાર પાડી દેતો હતો. મોટું કુટુંબ હોવા છતાં સુખી હતા આજે એનાથી ઉલ્ટું નાનું કુટુંબ હોવા છતાં દુ:ખી કુટુંબ કહેવાય છે.

સંયુકત કુટુંબમાંથી વિભકત પરિવારો થતાં ઘણી મુશ્કેલીનો પ્રારંભ થયો હતો એક વાત એ પણ છે કે સમાજમાં પરિવર્તન જરુરી હોય છે. પણ પરસ્પર સમજુતીથી થાય તો આજની જેમ જગડો કરી કે ભાઇ ભાગ પાડીને નહી સંયુકત કુટુંબમાં એક નબળો ભાઇ બધા ભેગો સચવાઇ જતો હતો અને સાથે એક સારી વાત એ હતી કે એ જમાનામાં મદદ બધી મળી જતી હતી. આજે આનાથી સા ઉલ્ટી ગંગાજોવા મળે છે. સમુહમાં બેસીને મનોરંજન માણતો પરિવારન આનંદ આજ ની ફોરેન ટુર કરતાં પણ સો ગણો વધારે આનંદ આવી જતો હતો. સમુહમાં તમામ પ્રકારની ઉજવણી, શુભ પ્રસંગો, માઠા પ્રસંગો, મુશ્કેલી વિગેરે સૌ સાથે હોવાથી કશી તકલીફ પડતી ન હતી.

આજનો માનવી ઇલેકટ્રીક ગેઝેટમાં ગુંચવાઇ જતાાં હવે તેને તેમાંથી બહાર કાઢવો મુશ્કેલ છે. જરુરીયાત બાદ ટેવ અને હવે તો લત લાગી હોવાથી તે જીવનનું અભિન્ન અંગ બનીગયું છે. પહેલાની ફિલ્મો આજે પણ જુઓ તો આપણને એ જમાનો યાદ આવી જાય છે. ગીતો તો આપણે આજે પણ રીમીકસ કરીને સાંભળીએ છીએ, બાકી તો આજની ફિલ્મો તો ઘણી બધી બદીઓનું યુવા વર્ગમાં સિંચન કરે છે. ઇન્ટરનેટનો આવિષ્કાર ઘણા સારા પાસાઓ લાવ્યા હતા પણ આપણે તેનો દુરઉપયોગ કરીને ‘પોનોગ્રાફી’ ને વેગ આપી દીધો છે.સમાજ બગડી ગયો છે તેમ બધા કરે છે પણ કોઇને સુધરવું નથી, તમામ સમસ્યાનો હલ દરેક વ્યકિત પોતે જ બદલાવ લાવે તે જ છે. આજના લોકોમાં ધિરજ, સહન શિલતા, સમજદારી, માન-મર્યાદા જેવું જ કશું ન હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો પોતે જ હાથે કરીને ઉભો કરે છે. સાયકલના પૈડાના ચક્રની જેમ બધું જ ફરી ફરીને આવે છે તેમ જો ફરી જુનો જમાનો આવી જાય તો જીવનમાં ફરી નિજાનંદ નો દરિયો ઘુઘવવા લાગે, દરેક માનવી પોતાના થી થતી એક બીજા પ્રત્યેની સેવા ભાવના જ મોટાભાગના પ્રશ્ર્નોનો હલ કરશે. આવનારી પેઢીના વિકાસ માટે આજે મા-બાપ સહિતના કોઇનોપાસે ટાઇમ નથી ત્યારે આવનારુ આપણું વિશ્ર્વ કેવું હશે તેની કલ્પના કરજો. દિનચર્યાને ખોરાકમાં થયેલા ફેરફારોએ શરીરને ક્ષીણને રોગીષ્ટ બનાવી દીધા છે ત્યારે સ્વ-વિકાસ કરવાની વાત કયાં રહી !! સંપ ત્યાં જંપ જેવી વાતનો ફરી યુગ લાવો એજ સંકલ્પ

અબજો રૂપિયાની સંપત્તિ કરતાં શરીરની તંદુરસ્તી અતિ મહત્વની !!

આજના ફાસ્ટ યુગમાં કોઇ માનવી પાસે સમય નથી, રૂપિયા બનાવવાની હરણફાળ દોડમાં બધા જ વ્યવસ્થા જોવા મળે છે. ત્યારે એક વાત નકકી છે કે અબજો રૂપિયાની સંપત્તિ  કરતાં શરીર તંદુરસ્તી અતિ મહત્વની છે. આજના માનવીમાં પોતાના માટે સમય નથી ત્યાં સંતાનો માટે કયાંથી સમય કાઢે એ જ વિષમ પરિસ્થિતિ છે. સંયુકત પરિવારની મઝા વિભકત કુટુંબમાં છીનવાઇ ગઇ. આજે તો બહુ ઓછા લોકો પાસે માનસિક સ્વસ્થતા જોવા મળે છે. ડાયાબીટીસ, હ્રદયરોગ, બી.પી. જેવા ઘણા રોગો ફકત આપણી જીવન શૈલીને કારણે છે. બેઠાડુ જીવન ને કારણે આવતી મુશ્કેલીની બધાને ખબર છે પણ કોઇ ને ચાલવું નથી આજના નાની વયના યુવાનોને આવતા હાર્ટ એકેટ એની જ ભુલે આવે છે તે ભુલવું ન જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.