Abtak Media Google News
ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા ફોટો પ્રદર્શનને ખુલ્લુ મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’ ખુલ્લું મુક્યું હતું.

A3862F02 4842 4C04 97E3 278Cc206999A
વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંત્રીએ બિરદાવીને તસ્વીરકારોને અભિનંદન પણ આપ્યા હતા.

3Dc6D707 Fd98 4346 B65A Ab7B9E69A427

લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટોકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે.

Cc017158 C88D 4F87 B2Cc C7B670Bdd3Fa

શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા એમ અનુક્રમે અમીતભાઈ દવે, શૈલેષ સોલંકી અને ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસ્વીરકારોને મુખ્યમંત્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.

733Edcc4 55Af 416B B391 A80Ab704Eb0A 5708De91 40C0 4F94 B866 Dd9C7944C183 86355Cbf C4Ae 4298 Bca7 1355Ac44435C Ac55Fbd3 Ba0D 4D18 Bc18 Ddfef8356Aaa

આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન,અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ અમીતભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

9831F7F6 4Ac2 44Ea Aae0 D41B13551D21

A90E0F80 22A4 4F5A 9A0F 3C78E197Dcca

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.