Abtak Media Google News

૫૦૦ બેઠકોની કેપેસીટી સાથે સેન્ટ્રેલી એસી સિસ્ટમ,હાઇફાઇ સાઉન્ડ સિસ્ટમ સામે સ્ટેજની પણ કાયાપલટ

મોરબી

મોરબીના નગરજનો માટે ખુશીના સમાચાર છે. છેલ્લા ઘણા સમયથી રીતોવેશનને કારણે બંધ પડેલો ટાઉન હોલ આગામી માસથી પુન: ધમધમતો થશે નગરપાલીકા દ્વારા કરોડો ‚પિયાનો ખર્ચ કરી સેન્ટ્રલી એસી  સીસ્ટમ સાથે ટાઉન હોલનો નવો ઓપ અપાયો છે.

મોરબી સ્ટેટ વખતથી અડીખમ  ઉભેલા રીનોવેશનના કારણે છેલ્લા છએક માસથી બંધ કરવામાં આવ્યો છે. નગર પાલીકા દ્વારા અંદાજે ૧.૨૫ કરોડથી વધુમાં ખર્ચ ટાઉન હોલને નવા રંગરુપ સાથે સ્ટેજ, બેઠક વ્યવસ્થા, લાઇટીંગ, સાઉન્ડ સીસ્ટમને આધુનીક બનાવવામાંની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે હવે પુર્ણતાના આરે છે.

ટાઉન હોલના રીનોવેશન અંગે નગરપાલીકા પ્રમુખ નયનાબેન રાજયગુરુએ જણાવ્યું હતું કે શહેરીજનોની સુવિધા માટે ટાઉન હોલને સવા થી દોઢ કરોડના ખર્ચે રીનોવેશન  કરવામાં આવી રહ્યો છે. જેમાં સેન્ટ્રલી એરકંડીશન સીસ્ટમ પાછળ જ ‚ા ૬૦ થી ૭૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત હાઇફાઇ સાઉન્ડ સીસ્ટમની સાથે મલ્ટીપ્લેકસ સિનેમા ઘર જેવું સ્ટેજ અને સોફા જવી ખુરશીઓ બેઠક વ્યવસ્થા માટે ગોઠવવામાં આવનાર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટાઉન હોલનું રીનોવેશન ઝડપથી પૂર્ણ થાય તેવી સુચના આપવામાં આવી છે. અને સંભવત જુન માસમાં નવા રંગ રુપ સાથેનો ટાઉન હોલ પ્રજાને ભેટ ધરવામાં આવશે.

જો કે કરોડો ‚પિયાના ખર્ચે રીનોવેશન થયેલા ટાઉન હોલને જાળવવાની જવાબદારી પ્રજા અને નગર પાલીકાની સહીયારી છે જો બન્ને પક્ષે કાળજી નહી લેવાય તો ટાઉન હોલ પુન: માંકડ મચ્છરનું આશ્રય સ્થાન બનશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.