Abtak Media Google News
  • બીએનઆઈ રાજકોટનું જાજરમાન આયોજન
  • 20 ટીમોમાં 200થી વધુ ઉદ્યોગકારો વચ્ચે ક્રિકેટ મહાસંગ્રામ: મહિલાઓ પણ ટીમ બની ભાગ લેશે
  • ઝગમગાટ વચ્ચે સિઝન્સ હોટેલ ખાતે અવિસ્મરણીય આયોજન: ઉદ્યોગકારો પર લાખેણા ઇનામોની વણજાર

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લક્ષી અને હકારાત્મક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષ 2025 સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રીલીયન ડોલર સુધી પહોંચાડવા નો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે જે વાતને ધ્યાને લઈ ઉદ્યોગોને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય તે દિશામાં કાર્યો પણ હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એ વાતથી વાકેફ છે કે અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે ઉદ્યોગ ની તાતી જરૂરિયાત ઊભી થશે ત્યારે દેશના અને રાજ્યના ઉદ્યોગકારોને વધુને વધુ વિકસિત કરવા માટે સરકારની અનેકવિધ યોજનાઓ કારગત પણ નીવડી છે.

બીજી તરફ ઉદ્યોગકારોના અનેકવિધ ગ્રુપ પણ જોવા મળી રહ્યા છે ત્યારે આજે આપણે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ એટલે કે બીએનઆઇ રાજકોટ ચેપ્ટર અંગે વાત કરવા જઈ રહ્યા છીએ. કે આ ચેપ્ટર આવતીકાલથી ત્રણ દિવસ માટે ઉદ્યોગકારોને સાથે જોડવા માટે તેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 200થી વધુ ઉદ્યોગકારો 20 ટીમમાં ભાગ લઈ ક્રિકેટ મહાસંગ્રામમાં આમને સામને થશે. રાજકોટ ખાતે આવેલી સિઝન્સ હોટલ ખાતે તારીખ 2, 3, 4ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બી એન આઈ ના રાજકોટ ચેપ્ટરના આયોજકોએ જણાવ્યું હતું કે આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ અને લક્ષ્ય એ જ છે કે ક્રિકેટના માધ્યમથી ઉદ્યોગકારો એક સાથે જોડાય નવા બિઝનેસ આઈડિયા શેર કરે અને નેટવર્કિંગને વધુ મજબૂત બનાવે. આ આયોજન અત્યંત અવિસ્મરણીય રહેશે કારણ કે આમાં માત્ર ને માત્ર ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો જ રમશે. માટે આયોજકોએ અત્યંત જાજરમાન આયોજન પણ હાથ ધર્યું છે. નહીં પ્રથમ વખત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓની ટીમ પણ ઉતરશે.

 

ક્રિકેટનું આયોજન બીએનઆઈના ઉદ્યોગકારોને નજીક લાવશે: ભાવિન શેઠ

Bhavni Seth  Jatin Shah

બીએનઆઈ રાજકોટના ફાઉન્ડિંગ મેમ્બર ભાવિનભાઈ શેઠે જણાવ્યું હતું કે ક્રિકેટનું આયોજન જે કરવામાં આવ્યું છે તે આ સંસ્થા સાથે જોડાયેલા ઉદ્યોગકારોને નજીક લઈ આવશે કારણ કે બી એન આઈ માં રહેલા ઉદ્યોગકારો માત્ર ને માત્ર વ્યાપારી સંબંધ જ નહીં પરંતુ પારિવારિક સંબંધ ધરાવે છે. આ આયોજન અત્યંત ઉપયોગી અને લાભદાય નીવડશે. તેઓએ જણાવ્યું હતું કે હાલ જે ઉદ્યોગકારો બીએનઆઈ સાથે નથી જોડાયા તેઓને અપીલ છે કે એકવાર બીએનઆઇ કઈ રીતે કાર્ય કરે છે તે જોવા મિટિંગમાં હાજર રહે જેથી તેઓને પણ કામગીરી અને કાર્ય પદ્ધતિ અંગે જાગૃતતા મળી શકે. કે ટુર્નામેન્ટ ને લઇ તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સંયુક્ત પ્રયાસથી જ શક્ય બન્યું છે કે ત્રણ દિવસમાં 20 થી વધુ ટીમો આમને સામને થાય અને પોતાના વ્યવસાયને પણ વિકસિત બનાવે.

 

રાજકોટની અર્થવ્યવસ્થાને દોડતી રાખશે બીએનઆઇ: કશ્યપ ચોંટાઈ

Kashyap Chotai

રાજકોટ બીએનઆઈના કશ્યપભાઈ ચોટાઈએ જણાવ્યું હતું કે રાજકોટની અર્થવ્યવસ્થાને દોડતી રાખવામાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. હોય કલ્પના કરતા જણાવ્યું હતું કે જો રાજકોટમાં બીએનઆઇ વધુને વધુ સક્રિય થાય તો તે દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને સીધો જ ફાયદો પહોંચાડશે કારણ કે અત્યારે રાજકોટ બીએનઆઇ ચેપ્ટરમાં 400 થી વધુ લોકો જોડાયેલા છે જે દરેક ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે બીએનઆઈ પરિવાર માટે આયોજિત થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ અનેકવિધ નવા આયામો સર કરશે અને ઉદ્યોગને વિકસાવવા માટે કાર્ય કરશે. તેઓએ હરસોલા સાથે જણાવ્યું હતું કે વ્યવસાય ક્ષેત્રે કાર્ય કરી રહેલા ઉદ્યોગકારો હાલ જે રીતે ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે તે દ્રશ્ય પણ અનેરૂ છે અને ક્રિકેટ એકમાત્ર એવી રમત છે કે જ્યાં લોકો એકબીજાને યોગ્ય રીતે ઓળખે છે.

 

બીએનઆઈ માત્ર એક સંસ્થા જ નહીં પરંતુ એક પરિવાર છે: જતીન શાહ

Jatin ShahScreenshot 3 1

બીએનઆઇ રાજકોટ ચેપ્ટર અને ક્રિકેટ ટુર્નામેન્ટના વિચારધારક અને આયોજક જતીનભાઈ શાહે જણાવ્યું હતું કે બીએનઆઈ માત્ર એક વ્યાપારિક સંસ્થા જ નહીં પરંતુ એક પરિવાર છે. યા દરેક સભ્યો વ્યવસાયની સાથે એકબીજાની દેખરેખ પણ કરતા હોય છે સાથોસાથ પોતીકું વલણ અપનાવી સાથે મળીને જ વ્યાપાર વૃદ્ધિ કરવામાં કાર્ય કરે છે. હાલના સાંપ્રત સમયમાં દરેક સભ્યોને એક સાથે જોડવા અને એક સ્થળ ઉપર લાવવા તે ખૂબ કઠિન કાર્ય છે ત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ એક માત્ર એવી રમત છે કે જે લોકોના હૃદય ઉપર રાજ કરે છે ત્યારે આ વાતને ધ્યાને લઈ એક વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉદ્યોગકારો 10-10 ઓવરના મેચ રમશે અને એકબીજા ને ઓળખશે. ટુર્નામેન્ટ થી વ્યક્તિગત ફાયદાઓની સાતો સાત બિઝનેસ અંગે જાગૃતતા પણ કેળવાશે જે આ આયોજનની સફળતાનું કારણ રહેશે.

 

બીએનઆઈમાં જોડાવાથી વ્યાપાર વૃદ્ધિ પૂર્ણત: શક્ય: રાજેશભાઈ સવનીયા

Rajas Savaniya

બીએનઆઇ રાજકોટ ચેપ્ટરના રાજેશભાઈ સવનિયાએ જણાવ્યું હતું કે, આ એક એવી સંસ્થા છે કે જેમાં જોડાવાથી લોકોને ખૂબ ફાયદો થાય છે કારણ કે આ સંસ્થામાં ઉદ્યોગકારો જ જોડાયેલા હોવાથી તેઓને વ્યાપાર વૃદ્ધિમાં વધારો નોંધાય છે. એટલું જ નહીં તેઓ તેમનું નેટવર્ક પણ મજબૂત બનાવે છે જેથી વ્યવસાય સંસ્થાના સભ્યો વચ્ચે જ સરળતાથી થઈ શકે અને દરેક સભ્યોને યોગ્ય અને સારો એવો વ્યાપાર પણ મળી શકે. વધુમાં તેઓએ આ સંસ્થાની ઓળખ આપતા જણાવ્યું હતું કે આ એકમાત્ર સંસ્થા છે કે જ્યાં  ડિસિપ્લિનને ફોલો કરવામાં આવે છે. દર સપ્તાહે દરેક ચેપ્ટરની બેઠક પણ યોજાય છે જેમાં જે તે ચેપ્ટરના લોકો કરવામાં આવેલા વ્યવસાય અને વ્યાપાર વૃદ્ધિ અંગે ચર્ચા વિચારણા કરતા હોય છે. હાલ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી સંસ્થાના દરેક સભ્યોને પૂરતો લાભ મળી રહેશે અને તેઓએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે આ જાજરમાન આયોજન જે કરવામાં આવ્યું છે તેનાથી નોંધાયેલા ઉદ્યોગકારો વચ્ચેનો સંબંધ ખૂબ સારી રીતે સ્થાપાશે.

 

વધુને વધુ ઉદ્યોગકારો બીએનઆઈમાં જોડાઈ એજ રાજકોટ ચેપ્ટરનો લક્ષ્ય: અજયભાઈ વધિયા

Ajay Vadiya

બીએનઆઇ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના અન્ય આયોજક અજયભાઈ વધીયાએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળનું મુખ્ય અને એકમાત્ર કારણ એ છે કે વધુને વધુ ઉદ્યોગકારો બીએનઆઈમાં જોડાઈ અને પોતાના વ્યાપારને વૃદ્ધિ અપાવે. કોઈ જણાવ્યું હતું કે આ આયોજનમાં ભલે માત્ર ઉદ્યોગકારો જ આ ભાગ લેતા હોય પરંતુ જે ઉદ્યોગ સાહસિક અથવા તો વ્યાપાર ક્ષેત્રે કાર્ય કરતા હોય અને બીએનઆઇના સભ્ય ન હોય તે પણ આ ટુર્નામેન્ટની મજા પ્રેક્ષક તરીકે માણી શકશે અને કઈ રીતે સંસ્થા કાર્ય કરે છે તે અંગે માહિતગાર અને જાગૃત પણ બનશે. સાથો સાથ તેઓએ સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાન અંગે પણ જણાવ્યું હતું કે બીએનઆઇ રાજકોટ ચેપ્ટર માત્ર પુરુષ પ્રાધાન્ય જ નહીં પરંતુ મહિલા ઉદ્યોગસાહસિકો પણ પૂરતી તક આપે છે અને પરિણામ સ્વરૂપે આ એક વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓની ટીમ પણ ઉતારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.