Abtak Media Google News

ખંઢેરી સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે જામશે ક્રિકેટ જંગ: 31મીએ ફાઇનલ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત એસપીએલ-2023નો આજથી આરંભ થશે. ખંઢેરી સ્થિત એસસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે હાલાર હિરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે પ્રથમ મૂકાબલો ખેલાશે. એસપીએલનો ફાઇનલ આગામી 31મી ઓગસ્ટના રોજ રમાશે.

એસપીએલ-2023નો આરંભ 15 જૂનથી થવાનો હતો. પરંતુ બિપોરજોય વાવાઝોડાના કારણે ટુર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી. દરમિયાન આજથી એસપીએલનો ધમાકેદાર આરંભ થશે. સાંજે 7 કલાકથી હાલાર હિરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે પ્રથમ જંગ જામશે. હાલાર હિરોઝ ટીમ સુકાની જય ગોહિલ અને ગોહિલવાડ ગ્લેડિયર્સની ટીમ પ્રેરક માંકડની આગેવાનીમાં મેદાનમાં ઉતારશે. આવતીકાલે કચ્છ વોરિયર્સ અને સોરઠ લાયન્સ, 25મી ઓગસ્ટે બપોરે પ્રથમ મેચ, ગોહિલવાડ ગ્લેડિયર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે જ્યારે સાંજે બીજો મેચ હાલાર હિરોઝ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે રમાશે. 26મી ઓગસ્ટે પણ બે મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ બપોરે કચ્છ વોરિયર્સ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે સાંજે બીજો મેચ સોરઠ લાયન્સ અને હાલાર હિરોઝ વચ્ચે રમાશે. 27મી ઓગસ્ટના રોજ ગોહિલવાડ ગ્લેડિયર્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે, 28મીએ ઝાલાવડ રોયલ્સ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે, 29મીએ હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે, 30મીએ સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે રમાશે. એસપી એલ-2023નો ફાઇનલ 31મી ઓગસ્ટના રોજ રમાશે.

એસપી એલમાં કુલ પાંચ ટીમો ભાગ લઇ રહી છે. અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિ એશન દ્વારા વર્ષ-2019 અને 2022માં એસપીએલ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

એસપીએલ સામે મનાઇ હુકમની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ગોહિલવાડ ગ્રેડીઅર્ન્સના જુના ફેન્ચાઇઝી હોલ્ડરે અદાલતમાં દાદ માંગી’તી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ દ્વારા પાંચ ટીમ વચ્ચે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોહિલવાડ ગ્રેડીઅર્ન્સના જુના ફ્રેન્ચાઇઝી ને ટર્મીનેટ કરતા ટુર્નામેન્ટ આયોજન સામે રોક માંગતી અદાલતમાં અરજી કરી જે અરજીની સુનાવણી રાજકોટ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જેઓ અદાલતે એવું ઠરાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને કોઇ પણ ટીમને બરતરફ કરવાનો હકક હોવાનું ઠરાવ્યું હતું. ગોહિલવાડ ગ્રેડીએટર્સ ના જુના ફ્રેન્ચાઇઝી હોલ્ડર મેસસે ડી.જી. નાકરાણી ના પાર્ટનર દીપક નાકરાણી દ્વારા એસપીએલ-2023 ના આયોજન સામે રોક ફરમાવવાની અરજી રાજકોટ સેશન્સ સદાલત દ્વારા રદ કરવામાં આવેલ છે ગઈકાલે મોડી સાંજ સુધી ચાલેલ કાનૂની કશમકશ બાદ સેશન્સ કોર્ટ દ્વારા આજે ચુકાદો જાહેર કરાયો.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વતી એડવોકેટ તુષાર ગોકાણી  ની તકેબધ ધારદાર દલીલો ના બાદ અદાલતનો નિર્ણય. જઙક રાબેતા મુજબ ચાલુ રહેતા ક્રિકેટ રસીયાઓમાં ખુશીની લહેર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.