Abtak Media Google News
  • રૂપાલાની ટીકીટ રદ નહી થાય ત્યાં સુધી
  • ક્ષત્રીય સમાજનો રોષ ચરમસીમાએ…. વધુ ગામોમાં પોસ્ટરો લાગવાની વકી

 

ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલાના વાણી વિલાસ સામે તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં ન આવ્યા હોવાના કારણે ક્ષત્રિય સમાજમાં છે તે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ સૌ પ્રથમ વખત પાંચ ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવી દઈ અને વિરોધ નોંધાયો છે.

જિલ્લામાં પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પરસોત્તમ રૂપાલા ની ટિકિટ વાણી વિલાસ મુદ્દે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ના આવતા બે દિવસ પહેલા સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે તેમાં પણ 7000થી વધુ લોકો હાજર રહ્યા હોવાનું બહાર આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના હોદ્દેદારો પણ ક્ષત્રિય સમાજના આગેવાનો માંથી ઉપસ્થિત રહ્યા હોય તેવું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા હવે ગામડાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી માટેના બેનરો લગાવવાના આજથી શરૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને જ્યાં સુધી પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ ભાજપ રદ નહીં કરે ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા કેસરિયા મોઢવાડા પેઢડા સહિતના ગામોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરવામાં આવી છે અને પ્રચાર માટે પણ ભાજપના નેતાઓને નહીં જવા દેવાનો ઉગ્ર સુર ઉઠ્યો છે.

હવે પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગણી સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે ઉઠી રહી છે ક્ષત્રિય સમાજના રોષ જોવા મળી રહ્યો છે. આજ સંદર્ભે આજથી સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે જ્યાં સુધી પરસોતમભાઈ રૂપાલા ની ટિકિટ ભાજપ રદ નહીં કરે ત્યાં સુધી ગામમાં પ્રવેશ બંધ કરવામાં આવી છે જેને લઈને હવે ભાજપની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને તરફ હાલમાં પ્રચાર પ્રસાર ચાલુ છે ભાજપ એ પોતાનો ઉમેદવાર ચંદુભાઈ સિહોરા જાહેર કરી દીધા છે અને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં લગાવવામાં આવતા હાલમાં ભાજપની ચિંતામાં વધારો થયો છે.

આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ગામોમાં અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર પ્રવેશબંધીના બેનરો લાગી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે વહેલી સવારે પાંચ ગામોમાં તો બેનરો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ અગામી દિવસોમાં પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક ઉપર પણ ભાજપને અસર થઈ શકે તેવી પરિસ્થિતિ છે કારણ કે જિલ્લાના પાંચ ગામોમાં બેનર લાગ્યા છે હજુ પણ વધુ ગામોમાં બેનર લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજનો જે પરસોતમ રૂપાલા વાણી વિલાસ સામેનો રોષ છે તે ચરમશીમાં હવે પહોંચી ગયો છે અને તે જ અંગે ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ પણ તે જ બની છે.

એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપરથી તળપદા કોળી સમાજના નેતાઓ અને આગેવનો ભાજપમાંથી કોળી સમાજના નેતાને ટિકિટ આપે તેવી માંગણી કરવામાં આવી રહી છે અને ચંદુભાઈ સિહોરાની ટિકિટ રદ કરવાની માંગણી પણ ઉઠી છે ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે પ્રવેશબંધીના પોસ્ટર વોટ શરૂ થઈ ગયા છે જેને લઈને ભાજપની ચિંતામાં વધારો થયો છે રાજકોટ બેઠકની અસર સુરેન્દ્રનગરમાં પણ થઈ શકે છે અને સમગ્ર ગુજરાત રાજ્યની લોકસભાની 26 બેઠકો ઉપર પણ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવાના કારણે ત્યાં પણ અસર થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને પ્રથમ સુરેન્દ્રનગર થી પાંચ ગામોમાં પ્રવેશ બંધી ના બેનરો લગાવવામાં આવ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ એક બાજુ તળપદા કોળી સમાજ પણ વિરોધ નોંધાવી રહ્યો છે બીજી તરફ હવે પોસ્ટરથી ભાજપની ચિંતામાં મહદ અંશે વધારો થયો છે.

પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે વઢવાણના રાજવી સિદ્ધરાજસિંહ ઝાલાનું નિવેદન – ટિકિટ રદ કરવાની માંગણી

Screenshot 20240401 204419 Whatsapp

પરસોતમ રૂપાલા ના નિવેદન સામે વઢવાણ રાજવી સિધ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે અને ખાસ કરીને પરષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે સમાજના આગેવાનો જે નિર્ણય કરશે તે યોગ્ય હશે તેવું પણ સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું છે અને ખાસ કરીને વધુમાં તેમને જણાવ્યું છે કે આવા વડીલ નેતાઓ જ આવા પ્રકારના ભાષણો આપે અને આવા પ્રકારના વાણી વિલાસ કરે તે યોગ્ય નથી અને હવે માત્ર માફી નહીં પરંતુ તેમની ટિકિટ પણ બદલાવી જોઈએ તેવી પ્રબળ માંગ ક્ષત્રિય સમાજની છે અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો નિર્ણય કરશે તેમની સાથે અમે ઉભા રહીશું તેવું વઢવાણ રાજવી સિધ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપી છે અને તેમના દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે પરસોતમ રૂપાલા ની ટિકિટ કોઈપણ સંજોગોમાં રદ થવી જોઈએ.

 

જામજોધપુર રાજપુત સમાજે રેલી યોજી

મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

તાજેતરમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપુત સમાજને ઠેસ પહોંચે તેવું નિવેદન આપતા રાજપુત સમાજ રોષે ભરાયો છે ત્યારે જામ જોધપુરમાં પણ રાજપુત સમાજ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે જઇને આવેદન પત્ર આપેલ હતું.

 

વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટીકીટ પાછી ખેંચવા માંગ: આવેદન

1711979299757

વાંકાનેર શહેર ખાતે આજરોજ રાજપૂત સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલા વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી, સમાજ વિશે વિવાદીત નિવેદન આપનાર સામે ફોજદારી ગુનો નોંધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે, પુરૂષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજને અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહાર હતો તેવા ખોટા નિવેદનથી ક્ષત્રિય રાજપુત સમાજની માનહાની થઈ છે અને ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દૂભાણી છે. આવા નિવેદનથી રૂપાલાએ જ્ઞાતિ-જાતિમાં વ્યમનશ્ય ઉભુ કરી જાતિના નામે મત માંગી આર્દશ આચાર સંહિતનો ભંગ કરેલ છે અને ચુંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરેલ છે.

કોમ-કોમ વચ્ચે વેરઝેર વધે તેવા શબ્દો ઉપયોગ કરેલ હોય જે કૃત્ય ફોજદારી કલમ મુજબ ગુન્હાહીત થતું હોય, જેથી તેમના ઉપર ફોજદારી કલમ હેઠળ ગુન્હો નોંધી, આવા ગુન્હેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરી યોગ્ય સજા કરવામાં આવે, જેથી આગળ અન્ય કોઈપણ વ્યક્તિ સમાજ વિરોધી જાહેર ખોટા નિવેદનો ન કરે તેવી વાંકાનેર તાલુકાના ક્ષત્રિય સમાજની લાગણી અને માંગણી હોવાનું જણાવાયું છે.

આ સાથે જ આગામી દિવસોમાં જો પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો, સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ દ્વારા તેમના વિરુદ્ધમાં કાર્યક્રમો કરવામાં આવશે, અને તેમનાં વિરુદ્ધમાં મતદાન પણ કરવાની ચિમકી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

 

ખંભાળીયા ક્ષત્રીય સમાજ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કરવામાં આવતા સમગ્ર સમાજ અંતર્ગત ખંભાળિયા ક્ષત્રિય સમાજ પણ ખફા થયો હતો અને સમાજ દ્વારા એક બેઠક યોજાઈ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત ક્ષત્રિય સમાજના કેટલાક પરિવાર દ્વારા આ મુજબ બોર્ડ લગાડી અને આગામી ચૂંટણીની અંદર મત બહિષ્કાર કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.