Abtak Media Google News

કોરોનાની કળ વળતા હવે નિયમો હળવા થતા આર્થિક ગતિવિધીઓ ફરી ધમધમવા લાગી છે. અર્થતંત્રની ગાડીને પુરપાટ ઝડપે દોડાવવા મોદી સરકારે સાત પગલાં આકાશ તરફ માંડતાં બજાર  ટનાટન રહેવા તરફ આગળ વધી રહ્યું છે. તયારે બજારની આધારશીલા ગણાતી આયાત-નિકાસની ભારતની તુલા પણ વધુ મજબૂત બનતી રહી છે. એન્જિનિયરિંગ, જેમ્સ અને જ્વેલરી તેમજ પેટ્રોલિયમ પેદાશો સહિતના ક્ષેત્રો દ્વારા જૂનના પ્રથમ સપ્તાહમાં જ નિકાસમાં 52.39%નો વધારો થયો છે.

વાણિજ્ય મંત્રાલયના પ્રારંભિક ડેટા અનુસાર આ સમયગાળામાં આયાત 83.83% વધી છે. 1 થી 7 જૂન સુધીમાં કુલ નિકાસ 7.71 અબજ ડોલર રહી છે જ્યારે આયાત સમાન ગાળામાં 9.1 અબજ ડોલર રહી છે. જો કે આયાત હજુ વધુ છે પરંતુ તેમાં સુધાર આવી રહ્યો છે. જે સ્વસ્થ અર્થતંત્રને માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઇલની આયાત 135% વધીને 1.09 અબજ ડોલર થઈ છે. ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને મોતી, કિંમતી અને અર્ધ કિંમતી પથ્થરોની આયાત અનુક્રમે 45.85 ટકા વધીને $ 324.77 મિલિયન અને 111 ટકા વધીને 294 મિલિયન ડોલર થઈ છે.

 

અહેવાલ અનુસાર… અમેરિકા, સયુંકત આરબ આમીરાંત અને બાંગ્લાદેશની નિકાસ આશરે 60 ટકા વધીને અનુક્રમે 500 મિલિયન, 57.86 ટકા વધીને અનુક્રમે 173 મિલિયન ડોલર અને 212  ટકા વધીને 166.3 મિલિયન ડોલર થઈ છે. એ જ રીતે ચીન, યુ.એસ. અને યુ.એ.ની આયાત અનુક્રમે 90.94 ટકા વધીને  809.53 મિલિયન ડોલર, 89.45 ટકા વધીને અનુક્રમે 410.65 મિલિયન ડોલર અને 164.55 ટકા વધીને લગભગ 400 મિલિયન ડોલર થઈ છે.

મે મહિનામાં ભારતની નિકાસ 67.39 ટકા વધીને 32.21 અબજ ડોલર થઈ, જે એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.