Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ શહેરની ચાર દિશામાં વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ઠેર ઠેર સાઇટો બેરોકટોક ધમધમી રહી છે જેના કારણે તોંતીંગ વાહનના ચાલકો પણ બેફામ બન્યા છે. જેમાં સૌથી સુરક્ષીત ગણાતા પોલીસ હેડ કર્વાટરમાં પણ હવે અલાયત નથી રહ્યો આજે સવારે પોલીસ હેડ કર્વાટરમાં સાયકલ ફેરવતા બાળકની માંતેલ સાંઢની માફક ધસી આવેલા ડમ્પર ચાલકે હડફેટે લેતા બાળકને પગમાં ગંભીર ઇજા સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસ હેડ કવાર્ટર જેવી સુરક્ષીત જગ્યામાં પણ હવે બાળકો બિંન્દાસ પણે હરી ફરી શકતા નથી.

પગમાં ગંભીર ઇજા સાથે સાત વર્ષના બાળકને હોસ્પિટલમાં ખસેડાયો: ડમ્પર માલીક અને કોન્ટ્રાકટરો હોસ્પિટલ પર દોડી જઇ દવાખાનાનો ખર્ચ ભોગવી લેવાની તૈયારી બનાવી ગંભીર ગુના પર પડદો પાડી દીધી ડમ્પરમાં ડ્રાયવરની સાથે કિલનર પણ નહોતો

ત્યારે આવી ગંભીર દુધર્ટનામાં જવાબદારો સામે પગલા લેવાના બદલે કાયદાના રક્ષકોએ બારોબાર સમાધાન કરી લઇ બેદરકાર લોકોને છુટથી ફરવાનો પરવાનો આપી દીધો છે.આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ પોલીસ હેડ કર્વાટરમાં રહેતા રૂદ્ર રાહુલ નાકીયા (ઉ.વ.7) આજે સવારે પોતાના ઘર પાસે શહેરની સૌથી સુરક્ષીત જગ્યામાં સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે પોલીસ હેડ કર્વાટરમાં પુરઝડપે આવેલા ડમ્પરના ચાલકે સાયકલ સ્વાર બાળકને પાછળથી ઠોકર મારતા માસુમ બાળક ફંગોળાઇને પટકાયો હતો અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી.

ઘાયલ રૂદ્રને જી.ટી. શેઠ હોસ્5િટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેને દાખલ નહી કરી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતાં ડમ્પરના માલીક તેમજ પોલીસ હેડ કવાર્ટરમાં નવા બંધાતા આવાસની સાઇટના કોન્ટ્રાકટરો સહીતનાઓ હોસ્5િટલ પર દોડી જઇ બાળકની તમામ સારવારનો ખર્ચ અમે ભોગવી લેશું તેમ કહી પોલીસ ફરીયાદ નહી કરવા સમજાવી લીધા હતા.

જાણવા મળ્યા પ્રમાણે અકસ્માતમાં ઘવાયેલ બાળકના પિતા પોલીસમાં એમ.ટી. વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે.જાણકારોમાં ચર્ચાતી વિગત મુજબ માલ સામાનની હેરફેર કરતા ડમ્પરમાં ચાલકની સાથે એક કલીનર પણ રાખવો ફરજીયાત હોય છે. ત્યારે અકસ્માત સર્જનાર ડમ્પરમાં ફકત ચાલક જ હતો જયારે સાથે કલીનર નહી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.