Abtak Media Google News

બાળકોના અધિકારોનું રક્ષણ કરવું અને તે ભેદ ભાવનો ભોગ ન બને  તેવું વાતાવરણ નિર્માણ કરવું: છોકરીઓને બચાવવી તે પેઢીઓને બચાવવાની વાત છે: કન્યા કેળવણીના ભાગ રૂપે છોકરીઓએ લગભગ દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે

પુરૂષ પ્રધાન દેશમાં પુત્ર કરતા પુત્રીઓ પરત્વે  મા-બાપ જ ભેદભાવ  રાખે છે:  2008થી દેશમાં  ગર્લ્સ   ચાઈલ્ડ ડે ઉજવાય છે: ભારત સરકારે  સેવ ધ ગર્લ ચાઈલ્ડ, બેટી બચાવો, બેટી પઢાવો જેવા ઘણા  પગલાઓ  ભરતા તેના સારા પરિણામો  પણ મળ્યા છે:  આજે જાતીય સતામણીની સમસ્યા ખુબજ વધી રહી છે

આપણા પુરૂષ પ્રધાન દેશમાં  પુત્ર કરતા  પુત્રીઓ પરત્વે  મા-બાપ  જ ભેદ ભાવ રાખે છે. છોકરાને  અપાતી સવલતો કરતા છોકરીને  મળતી સવલતો, આઝાદીમાં  ઘણો ફેર જોવા મળે છે. આદી કાળથી આપણે દિકરાને સીધો વંશ વેલા સાથે જોડીને તેને જ  અગઅતા આપવા ટેવાયેલા છીએ. પરિવારમાં તમામ પ્રકારે છોકરા કરતા છોકરીને  કેવી સવલત  સહાય  કે વાતાવરણ મળે છે.  તે આપણે સૌ   જોઈએ છીએ  આજનો દિવસ રાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડે  તરીકે ઉજવાય છે. પણ આજે જેન્ડર બાયસનો ભોગ કન્યા કે બાળકી વધુ બને છે.

Advertisement

2008થી આપણા દેશમાં આજે આ સમસ્યા ઉપર સૌનું ધ્યાન કેન્દ્રીત થાય અને તે વિષયક  સમાજમાં જાગૃતિ આવે તેવા શુભાશયથી દિવસ ઉજવણી   શરૂ  કરાય હતી ગર્લ ચાઈલ્ડ ડે સેલિબ્રેશનમાં મુખ્ય ત્રણ હેતુ જોડાયેલા છે. જેમાં તેને કરવો પડતો  અસમાનતાનો સામનો, તેના અધિકારોનું રક્ષણ અને તેને શિક્ષણ-આરોગ્ય અને પોષણ મળી રહે તેવા સમાજનાં પ્રયત્નો   મુખ્ય છે. આ વિષય સમાજમાં જાગૃતિ લાવીને   દરેક વર્ગને   જોડીને સ્વચ્છ વાતાવરણ, સહાયભૂત, પ્રોત્સાહન સભર વાતાવરણ નિર્મળ કરવાનો હેતુ છે.

રાષ્ટ્રીય  બાલિકા દિવસ એટલે દેશની છોકરીઓની સ્થિતિ સુધારવાની વાત છે. ભારત રકારે આ બાબતે ઘણા પગલા લીધા છે. જેમાં સેવ ધ ગર્લ ચાઈલ્ડ, બેટી બચાવો, બેટી પઢાવો, છોકરીઓને મફત અથવા સબસિડી સાથેનું શિક્ષણ અને કોલેજ યુનિ.માં આરક્ષણ નો સમાવેશ થાય છે. લોકોએ બાળખોનાં અધિકારોનાં   રક્ષણ સાથે તેમના સશકિતકરણ બાબતે, પ્રોત્સાહન બાબતે સક્રિય યોગદાનની જરૂર છે. આજે પણ બાળ લગ્નની ભયંકર સમસય છે, તો પરિવારના દબાણને કારણે  તે  પોતાનો  મૂકત વિચાર પણ પ્રગટ કરી શકતી નથી. બાળકી ઉપર થતા  અત્યાચારોની ઘટના પણ   21મી સદીમાં બની રહી છે. જે સમાજ માટે શરમજનક છે.

છેલ્લા બે વર્ષનાં કોરોના કાળમાં  પણ તેના ઉત્થાન બાબતે ઘણી સંસ્થા કાર્યકરે છે. 2020માં મારો અવાજ, મારૂ ભવિષ્ય જેવી ઉજવણી  થીમ હતી. ગત વર્ષ ડિજિટલ જનરેશન, અવર જનરેશન જેવા થીમમાં  ઈન્ફરમેશન ટેકનોલોજીના પુત્રમાં છોકરા સાથે છોકરીઓને પણ બરોબર ભાગીદારી મળે તેવા  હેતુ હ તુ. આજે   તો ઘણા પરિવાર  છોકરીના જન્મે ઉજવણી કરે છે. દિકરીઓ પર ગર્વ કરો તે બોજ  કે પરાયાધન નથી, આવી ધણી સમાજની માનસીકતામાં બદલાવ લાવવાની જરૂર છે. શાળા સંકુલોમાં પણ બાળખીનો સુરક્ષીત પ્રવેશ અને જાળવણી જરૂરી છે.

આજે જાતીય સતામણીની સમસ્યા ખૂબજ વધી રહી છે. મહિલાકે છોકરીઓમાટે  આડોશ-પાડોશનું વાતાવરણ સુરક્ષીત બનાવવાની સાથે  ભીડવાળી કે એકાંત વાળી જગ્યા, બસ રેલવેમાં કે અન્ય જગ્યાએ તે જાતીય સતામણીનો  ભોગ બને છે. દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપીને ગુડટચ, બેડટચની પરિભાષા સમજાવવાનો સમય આવી ગયો છે. બાળ લગ્ન, દહેજ જેવી ધણી કુરિવાજોમાં બાળકી જે સહન  કરવાનું આવે છે. આપણે જ પુત્રને પુત્રી કરતા વિશેે લાડ અને પ્રોત્સાહન આપીએ છીએ ત્યારે બદલાવ કયાંથી આવશે. દેશના વડાપ્રધાન પ્રથમ મહિલા ઈન્દિરા ગાંધી હતા જેને  આખો દેશ ચલાવીને પોતાની તાકાત બતાવીતો આજે છોકરીઓને પ્રોત્સાહન માર્ગદર્શન અપાય તો તે પણ   સર્વાંગી વિકાસ કરીને દેશનું નામ રોશન કરી જ શકે છે. આ સમસ્યા  સમાજનો નજરીયો બદલાશે તોજ તેનો ઉકેલ આવશે.

છોકરીઓ માટે ખાસ દિવસે બાળકીના અધિકારો, કન્યા શિક્ષણનું મહત્વ અને  બાળકીના  સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા ઉજવાય છે. સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેના ઉત્કર્ષ માટે વિવિધ  યોજના ચલાવાય છે. પણ મા-બાપે પરિવારે અને સમાજે પણ બદલાવ લાવવાની તાતી જરૂરીયાત છે. આજે બાળકીને લગભગ તમામ  જગ્યાએ પડતી મુશ્કેલીઓમાં સમાજ શુ કરી શકે તે ચિંતા અને  ચિંતનનો વિષય છે. લિંગ આધારીત ભેદભાવ વિશે જાગૃતિ ફેલાવવાની જરૂર છે.  આજે છોકરીઓ  સમાજના  તેને નડતા  તમામ પાસાઓ સામે લડાયકથી સામનો કરી રહી છે.   તે માત્ર આપણા  સહકારની જરૂર છે.

આપણે માતા-બેન-ભાભી-પુત્રી-પત્ની બધાને પ્રેમ અને સન્માન   આપીએ છીએ ? આ પ્રશ્ર્ન નો  જવાબ દરેક માનવી પોતાના દિલ ઉપર  હાથ રાખીને પૂછે તે જરૂરી છે. દીકરીઓ જ સમાજનો સાચો હિસ્સો છે. દીકરી ભણેલ હશેતો જ તે બે ઘર ને તારી શકશે. ઉપરાંત પોતે શિક્ષણનું મહત્વ  સમજતા તેના સંતાનોને   પણ ભણાવશે. આજે પુત્રની લ્હાયમાં દીકરીઓની ભૃણહત્યા થઈ  રહી છે જે   આવનારા સમાજ માટે રેડલાઈટ સમી ચેતવણી છે. જે દેશની દીકરીઓ સશકત હોય તેજ દેશનો વિકાસ થાય કે   સશકત બની શકે છે.વૈશ્ર્વિક સ્તરે પણ 11 ઓકટોબરના રોજ ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ દિવસ ઉજવાય છે.

આજે દુનિયાને મજબૂત મહિલાની જરૂર છે. સ્ત્રી જ  અન્યને ઉત્થાન અને નિર્માણ  કરાવી શકે છે. આજની છોકરીઓ  માટે અસમાનતા શબ્દ  એક મોટી સમસ્યા છે, જેમાં શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ, રક્ષણ, સન્માન, બાળ લગ્ન ટાળવા જેવા  ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.  છોકરીની   કારકીર્દી વિકસાવવા માટે  ઘણા ક્ષેત્રોમાં હજી કાર્ય કરવાની જરૂર છે. વૈશ્ર્વિક ઝુંબેશ ચલાવતી મલાલા જણાવે છે કે જયારે આપણામાંથી  અડધાને રોકી દેવામાં આવે ત્યારે આપણે બધા સફળ  નથી થતા વિશ્ર્વની બેનોબહાદૂર બને અનેતેમનામાં રહેલી શકિત જે સ્વીકારે  અને પોતાની ક્ષમતાનો  અહેસાસ કરે.

નાની બાળકીઓમાં હિંમત-બલિદાન-નિશ્ર્ચય,  હૃદય પ્રતિભા,  ખડતલતા, પ્રતિબધ્ધતા જેા ગુણોનું સિંચન કરવું પડશે.  છોકરીઓમાં   રહેલી વિવિધ કલા કૌશલ્યોને પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવો જરૂરી છે.  છોકરાની સાથે આજની છોકરીઓ સ્પર્ધા કરી શકે તેટલી ક્ષમતાવાન છે જ આપણે ફકત તેને અહેસાસ   કરાવવાનો છે કે અમો તારી સાથે છીએ.  બાળકીને  વધુ સારા  અને સુખી ભવિષ્ય  માટે તેનું રક્ષણ કરવું અને   તેનો ઉછેર કરવો જરૂરી છષ. ભારતમાં બાળકી સામે ઘણા પડકારો છે જેને આપણે સંકલ્પ  કરીને તેના પડકારોને  તકમાં ફેરવવી  જે તેનદો વિકાસ કરવાનો છે.

આપણે  બેટીને મા લક્ષ્મીનો  અવતાર ગણીએ છીએ. પણ તેના ઉછેરમાં જ પુત્ર કરતા ઓછી ચિવટ પણ આપણે જ રાખીએ છીએ. આજે આપણે  બાળકીનું મહત્વ જ સમજતા નથી. આજના દિવસની  ઉજવણીમાં દેશની દરેક છોકરીઓને દરકે પાસામાં મહત્વ  સહાય અને  સુવિધાઓ પુરી પાડવાનો છે. છોકરા છોકરી વચ્ચેના ભેદ ભાવનો અંત આવે તે જરૂરી છે.દીકરીઓએ ફુલો છે  જે કાયમ  ખીલે છે. છેલ્લા  14 વર્ષથી આપણે દિવસ ઉજવીને ધણા સારા પરિણામો મેલવ્યા છે. મહિલા સશકિત કરણ સાથે અમ્પાવરમેન્ટ ક્ષેત્રની  વિવિધ કામગીરી ધણી  સારી બાબતોને કારણે બાળકીઓનો વિકાસ થયો છે. હાલમાં ઉજવાય રહેલ આઝાદીકા અમૃત મહોત્સવની  પુષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ અગ્રસ્થાને છે.  સૌ. નાગરીક આ દિશામાં કાર્ય કરીને   બાળકીને સ્વતંત્રતાથી વિકાસ થાય અને  તેના અધિકારોનું રક્ષણ થાય  તેવો સંકલ્પ  કરવો જ  જોઈએ.

જાતિય સતામણી એટલે શું ? 

શારીરિક  સંપર્ક,  સ્પર્શ  કરવો કે તેમ કરવાની કોશિષ કરવી, જાતિય સંબંધ બાંધવાની  માંગણી કરવી કે  તેમ કરવા દબાણ કરવું જેવી વર્તુણક સાથે શબ્દો દ્વારા કે ઈશારા દ્વારા કરેલ કોઈપણ પ્રકારના  અનિચ્છનીય જાતિય વ્યવહાર, વર્તુણૂક નો જાતિય  સતામણીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલાઓના કામના સ્થળે થતી જાતિય પજવણી અંગેનો કાયદો પણ 2013થક્ષ અમલમાં છે. એક આંકડા મુજબ  કામના  સ્થળે મહિલાઓ 40 થી 60  ટકા જેટલી શોેષણનો ભોગ બને છે.  મહિલાઓની લાચારી મજબૂરીને  કારણે  આવા કિસ્સા વધુ  બનતા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.