Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક પોર્ટલ લોન્ચ: હવેથી અરજદાર  આરટીઆઈ અરજીનું  સ્ટેટસ પણ ઓનલાઈન જોઈ શકશે

ગુજરાત હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ  લોન્ચ કરવામાં આવ્યું છે.  હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા રાજયની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લોન્ચ કરાયું છે. હવે અરજદાર આ પોર્ટલ પર જઈને ઓનલાઈન આરટીઆઈ અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ  અપીલ પણ કરી શકશે. સાથોસાથ અરજદાર  આરટીઆઈ  અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જોઈ શકશે. આ ઉપરાંત  અરજદારને  જવાબ પણ  ઈમેઈલ  અને મેસેજ  દ્વારા આપવામાં આવશે.અરજી કરવા માટે અરજદારે  ઈ-આરટીઆઈ પોર્ટલ  પર જઈને  રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.અરજદાર ઈમેઈલ અને મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી  શકશે. રજીસ્ટ્રેશન બાદ અરજદાર ઓનલાઈન આરટીઆઈ કરી શકશે. અરજદારે  રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ અંતર્ગત નિયત ચાર્જ ચુકવવાનો રહેશે. એસબીઆઈ ઈ-પે દ્વારા ઓનલાઈન ચુકવણી થઈ શકશે.  અરજદારની  અરજીનો પબ્લીક ઈન્ફોર્મેશન ઓફીસર દ્વારા જવાબ પણ ઓનલાઈન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.