Abtak Media Google News

વાયુ પ્રદુષણના કારણે દેશની જીડીપીના ૫.૪ ટકા હિસ્સાને નુકશાન થતું હોવાનું તારણ: પોલ્યુશનથી સૌથી વધુ નુકશાનનો ભોગ બનનાર દેશોમાં ભારત ત્રીજા ક્રમે

દેશની જીડીપીને પ્રદુષણના કારણે દર વર્ષે રૂા.૧૦.૦૭ લાખ કરોડનું નુકશાન થતું હોવાનું સામે આવ્યું છે. દેશની જીડીપીને દર વર્ષે ૫.૪ ટકાનો તોતીંગ ફટકો એકલા પ્રદુષણના કારણે પડે છે. આ સ્થિતિને ધ્યાને રાખી થોડા વર્ષો પહેલા મોદી સરકારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. સ્વચ્છતા થકી પ્રદુષણ ઘટશે અને જીડીપીને થતું નુકશાન અટકશે તેવી ધારણા સરકારને હતી. પરંતુ ઈન્ડાયરેકટ વેસ્ટેજના કારણે તિજોરીને નુકશાન થઈ રહ્યું હોવાની હકીકત સામે આવી છે.

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ) અને ગ્રીન પીસ સંસ્થા દ્વારા તૈયાર કરેલા અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક સ્તરે વાયુ પ્રદુષણના કારણે ૨.૯ ટ્રીલીયન ડોલરનું નુકશાન થાય છે. આ નુકશાન વૈશ્વિક જીડીપીના ૩.૩ ટકા જેટલું તોતીંગ છે. વૈશ્વિક સરખામણીએ ભારતમાં આ નુકશાન ત્રીજા ભાગનું છે. ભારતમાં ૧૫૦ બીલીયન અમેરિકન ડોલરનું નુકશાન એટલે કે, જીડીપીના ૫.૪ ટકાનું નુકશાન પ્રદુષણી થાય છે. ચીનમાં આ નુકશાનની સરેરાશ ૯૦૦ બીલીયન ડોલરનું છે. જ્યારે અમેરિકામાં ૬૦૦ બીલીયન ડોલર વાયુ પ્રદુષણી વેડફાય છે. એકંદરે ભારતનું સ્થાન ત્રીજુ હોવાનું જાણવા મળે છે.

અહીં નોંધનીય છે કે, વર્તમાન સમયમાં દેશનો વિકાસ દર વધારવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. કોર્પોરેટ સેકટરને પ્રોત્સાહન આપવામાં આવે છે પરંતુ જો પ્રદુષણી થતું નુકશાન અટકાવવામાં આવે તો સરકારને જીડીપીને થતાં ૫.૪ ટકાના નુકશાનને બચાવવાની તક છે. એકંદરે જો સરકાર નુકશાન અટકાવશે તો જીડીપીનો દર આપો આપ ઉંચો આવશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયે રૂા.૧૦ લાખ કરોડ બચાવવામાં સરકારને સફળતા મળશે. આવક કરતા બચત મહત્વની સાબીત થશે.

7537D2F3 10

પર્યાવરણ માત્ર દેશની સંપતિને નુકશાન નથી કરતું પરંતુ નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર પાડે છે. દેશમાં પ્રદુષણના કારણે ૧૨.૮૫ લાખ બાળકો અસ્માનો ભોગ બની ચૂકયા છે. કોલસાના ધુમાડાના કારણે દેશને ૪૯ કરોડ માનવ કલાકોનું નુકશાન થાય છે. કામદારો માંદા પડે છે. દર વર્ષે લાખો જીવ વાયુ પ્રદુષણના કારણે જતાં હોવાનું પણ અભ્યાસમાં નોંધાયું છે. વાયુ પ્રદુષણના કારણે ફેફસાનું કેન્સર થવાની દહેશત છે. વાયુ પ્રદુષણના કારણે અનેક લોકો સ્ટ્રોકનો ભોગ બની ચૂકયા છે. વર્તમાન સમયે માત્ર જીડીપીના ૧.૨૮ ટકા જેટલી રકમ જ પ્રદુષણને રોકવા વાપરવામાં આવે છે. જે પ્રદુષણ રોકવા માટે પુરતી નથી.

વાયુ પ્રદુષણથી સૌથી વધુ નુકશાન નાગરિકોની હેલ્થને થાય છે. છતાં પણ કેન્દ્ર સરકારે માત્ર ૬૯ હજાર કરોડ જેટલી રકમ જ સ્વાસ્થ્ય પાછળ તાજેતરના બજેટમાં ફાળવી હતી. માટે એ વાત સ્પષ્ટ છે કે, ભારતમાં પ્રદુષણના કારણે ભરખાતી માનવ જીંદગીઓ બચાવવા સરકારના નોંધનીય પગલાની તાતી જરૂર ઉભી થઈ છે.

બિન પારંપરિક ઉર્જા સોર્સ ઉપર ભાર દેવો જરૂરી

દેશમાં પ્રદુષણના કારણે આર્થિક નુકશાનનથી સાથો સાથ નાગરિકોના સ્વાસ્થ્યનો પણ ભોગ લેવાતો હોવાનું જોવા મળે છે. આ સમયે કોલસા-ડિઝલ જેવા પારંપરીક ઉર્જા સોર્સના કારણે સોર્ય ઉર્જા કે પવન ઉર્જા જેવા બિન પારંપરિક સોર્સ પર ધ્યાન કેન્દ્રીત સરકારે કર્યું છે. જો કે હજુ સુધી ધારેલા ટાર્ગેટ પુરા કરવામાં સરકારને સફળતા મળી નથી. કોલસા આધારિત પાવર સ્ટેશનો બંધ કરવા કવાયતો કરી છે પરંતુ બિન પારંપરિક ઉર્જાને પુરતું પ્રોત્સાહન હજુ સુધી સરકાર તરફી મળ્યો ન હોવાનું સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.