Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરની એક ખાનગી શાળામાં આજથી ચાર વર્ષ પહેલાં એક વિદ્યાર્થીની પર અનેક વખત દુષ્કર્મ ગુજારવા અંગે સીટી બી. ડિવિઝન પોલીસે શાળાના જ પૂર્વ આચાર્ય સામે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે તપાસનો દોર વડોદરા સુધી લંબાવી પૂર્વ પ્રિન્સિપાલ ની ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હાલ પુખ્ત વયની થઈ છે, પરંતુ આજથી ૪ વર્ષ પહેલા તેણી સગીર વયની હતી તે વખતે વિદ્યાર્થીની ઉપર શાળાના પૂર્વ આચાર્ય મનીશ બુચ દ્વારા શાળામાંજ એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારીને પોતાની વાસના સંતોષી હતી.

તાજેતરમાં જ આ મામલો સામે આવ્યો હતો જેમાં જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જે તે વખતની ભોગ બનનાર સગીરાની ફરિયાદના અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આરોપી પૂર્વ પ્રિન્સિપાલ મનીષ બુચ જે ભાગી છૂટ્યો હતો, અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન ગઈકાલે આરોપી મનીષ બુચને વડોદરામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે જામનગરની સીટી બી. ડિવિઝનની પોલીસ ટુકડી વડોદરા પહોંચી ગઈ હતી, અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી લીધો છે. અને તેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ઘરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.