Abtak Media Google News

વધારે પડતી ખરીદીએ શેરબજારને ધડામ કરી દીધુ છે. સેન્સેક્સમાં ગઈકાલે 1610 પોઇન્ટની મુવમેન્ટથી રોકાણકારોના રૂ.9 લાખ કરોડ સ્વાહા થઈ ગયા બાદ આજે પણ સેન્સેકસમાં 585 પોઇન્ટનો કડાકો આવ્યો છે.

ગઈકાલે 1610 પોઇન્ટની મુવમેન્ટથી રોકાણકારોના રૂ.9 લાખ કરોડ સ્વાહા થઈ ગયા બાદ આજે પણ સેન્સેકસમાં 585 પોઇન્ટનો કડાકો

શેરબજારમાં આજે પણ ભારે કડાકો જોવા મળ્યો છે. બુધવારે દલાલ સ્ટ્રીટ્સથી વોલ સ્ટ્રીટ સુધી ઘટાડાનાં વાવાઝોડા બાદ ગુરુવારે બીએસઇનો 30 શૅરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 585 પૉઇન્ટના મોટા ઘટાડા સાથે 69920 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 એ 21033 ના સ્તરથી 116 પૉઇન્ટના વધારા સાથે દિવસના કારોબારની શરૂઆત કરી હતી. શરૂઆતના કારોબારમાં રિલાયન્સ અને એચડીએફસી બેન્ક સિવાયના તમામ સેન્સેક્સ શેર લાલ નિશાનમાં હતા.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 469 પોઈન્ટ ઘટીને 70036ના સ્તરે હતો. જ્યારે નિફ્ટી 137 પોઈન્ટના ઘટાડા સાથે 21010ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50ના 47 શેરો લાલ નિશાનમાં હતા. સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર હતા.

આજે બીએસઈ પર 2401 શેરો કારોબાર કરી રહ્યા હતા. તેમાંથી 1761 લાલ પર અને 546 લીલા પર હતા. આ સમયગાળા દરમિયાન 33 શેર અપર સર્કિટમાં અને 87 નીચલી સર્કિટમાં હતા. આ સિવાય 28 શેર તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે 16 નીચા સ્તરે હતા.

શેરબજારમાં બુધવારે રેકોર્ડબ્રેક વધારો અને રેકોર્ડબ્રેક ઘટાડો થોડા જ કલાકોમાં જોવા મળ્યો. સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા બાદ તેજીથી ધડામ થઈ ગયા. વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારથી મોટી રકમ ઉપાડી લીધી. આ વચ્ચે સ્ટૉક માર્કેટમાં બુધવારે રોકાણકારોના 9.1 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.

20 ડિસેમ્બરે ટોપ 30 શેર વાળા સેન્સેક્સ 931 પોઈન્ટ અથવા 1.30 ટકાનો ઘટીને 70,506 પર બંધ થયો, જ્યારે એનએસઇ બેન્ચમાર્ક 303 પોઈન્ટ અથવા 1.41 ટકા ઘટીને 21,150 પર બંધ થયો હતો.

નવા ઇસ્યુમાં રોકાણકારોને બખ્ખા

પેન્સિલ બનાવતી કંપની ડોમ્સના લીસ્ટિંગની સાથે જ 82 ટકાનો ઉછાળો

નવા ઇસ્યુમાં રોકાણકારોને બખ્ખા થઈ રહ્યા છે. પેન્સિલ અને ઇરેઝર નિર્માતા ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે તેના ટ્રેડિંગ ડેબ્યૂમાં લગભગ 68% જેટલો ઉછાળો નોંધાવ્યો હતો.  કંપનીના બજાર મૂલ્યને આશરે રૂ. 8,300 કરોડ કરતાં વધુ લઈ જવાથી, બ્રોડર માર્કેટમાં મોડી સ્લાઇડ વચ્ચે થોડો ફાયદો છોડતાં પહેલાં શેર લગભગ 82% વધીને રૂ. 1,434 પર પહોંચ્યો હતો.  ગુજરાત સ્થિત કંપનીએ શેર દીઠ રૂ. 790ના ભાવે શેર વેચીને રૂ. 1,200 કરોડ ઊભા કર્યા હતા.

કંપનીએ માર્ચ 2023માં પૂરા થયેલા વર્ષ માટે રૂ. 1,210 કરોડની આવક નોંધાવી હતી – જે એક વર્ષ અગાઉ કરતાં લગભગ 77% વધુ છે, બ્લૂમબર્ગ દ્વારા સંકલિત ડેટા અનુસાર.  ચોખ્ખી આવક છ ગણાથી વધુ વધીને રૂ. 103 કરોડ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.