Abtak Media Google News
  • સેન્સેક્સ 71933 પોઇન્ટ અને નિફટી 21793 પોઇન્ટે સરકયા : ગઈકાલે તેજી બાદ આજે માર્કેટ મંદીની આહટ

શેરબજારમાં આજે મંગળવાર અમંગળ સાબિત થયો છે.  સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 71933ના સ્તરે પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 262 થી વધુ પોઈન્ટ ઘટીને 21,793 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં વધારો જોવા મળ્યો હતો. આઈટી, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. ટીસીએસના શેરમાં 2%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો હતો.

આજે શેરબજાર  લાલ અંકો સાથે ખુલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ 350 પોઈન્ટ લપસીને 72,397.18 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 104.00 પોઈન્ટના ઘટાડા સાથે 21,951.70 પર ખુલ્યો.પેટીએમના શેરમાં આજે 2%થી વધુનો વધારો થયો હતો. અગાઉ ગઈકાલે તેમાં 5%ની ઉપલી સર્કિટ હતી. યસ સિક્યોરિટીઝે આજે પેટીએમને રૂ. 505 ની લક્ષ્ય કિંમત સાથે અપગ્રેડ કર્યું છે અને બજારમાં લિસ્ટિંગ થયા પછી પ્રથમ વખત ‘બાય’ રેટિંગ કર્યું છે.

બજાર ખુલતાની સાથે જ લગભગ 1141 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 1041 શેર લાલ અંક સાથે ટ્રેડ થતાં જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, આઈટીસીના શેરોએ નિફ્ટીમાં વધારો નોંધાવ્યો હતો, જ્યારે ટીસીએસ, વિપ્રો, ટાટા સ્ટીલ, બીપીસીએલ અને કોલ ઈન્ડિયા  લાલ અંક સાથે ખૂલતાં જોવા મળ્યા હતા.

આ પહેલા ગઈકાલે એટલે કે 18 માર્ચે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 104 પોઈન્ટના વધારા સાથે 72,748 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 32 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 22,055 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો અને 14માં વધારો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.