Abtak Media Google News

સરહદ અને ટાપુ પર નજર રાખવા તથા

સંચાર વ્યવસ્થાને સરળ બનાવવા સેટેલાઈટ બનાવવાની યોજનાને ગૃહ મંત્રાલયની મંજુરી

 

વિશાળ સરહદ ધરાવતો આપણા દેશ ભારત પર પાકિસ્તા, ચીન વગેરે જેવા પાડોશી દેશો સાથે સમયાંતરે સંઘર્ષ થતો રહે છે. જેથી સિયાચીન જેવા બર્ફીલા વિસ્તારથી માંડીને રાજસ્થાન કચ્છના રણ વિસ્તારમાં ભારતીય સૈન્યએ સતત સાવચેત રહીને ખડેપગે ફરજ બજાવવી પડે છે. જેથી સરહદ પર ચાંપતી નજર રાખીને ભારતીય સૈન્યને મદદ કરવા ઇસરોએ એકસકલુઝીવ સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ યોજનાને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વધુ અસરકારક રીતે સરહદ પર દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવા તથા દેશના દુરના અને મુશ્કેલ વિસ્તારોમાં અર્ધ લશ્કરી દળો સેટેલાઇટ દ્વારા ટેલીફોનિક સંપર્ક કરી શકે તે માટે ખાસ સેટેલાઇટ બનાવવા ઇસરોને જણાવ્યું હતું જેથી ઇસરો દ્વારા સરહદની સલામતી, ટાપુ વિસ્તારોમાં સુરક્ષા દેખરેખ આપવા, સંચાર અને નેવીગેશન, જીઆઇએસ અને ઓપરેશન્સ પ્લાનીંગ સિસ્ટમને સહીતની સુવિધાઓમાં વધારો થાય તેવો ખાસ સેટેલાઇટ બનાવવાની યોજના બનાવી છે.

ઇસરોની આ યોજનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ટાસ્ક ફોર્સ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જેને ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા પણ મંજુરી આપી દેવામાં આવી છે. ઇસરો સંરક્ષણ મંત્રાલય માટે છેલ્લા પાંચ વર્ષના ટુંકા મઘ્યમ અને લાંબા ગાળાની વિવિધ યોજનાઓ સમયસર પુરી કરવા માટે કાર્ય કરી રહ્યું છે. ટુંકાગાળામાં સરહદ પર રહેવા સુરક્ષા દળોની તાત્કાલીક જરુરીયાતો જેવી કે ભારે રીએબ્યુશન દ્રશ્યો અને સારી ગુણવતાનો સંદેશાવ્યવહાર માટે ઇસરો દ્વારા કાર્ય કરવામાં આવનારું છે.

જયારે મઘ્યમ ગાળા માટે એમએચએના વિશિષ્ટ ઉપયોગ માટે ઇસરો દ્વારા એક સેટેલાઇટ પણ બનાવવામાં આવનારો છે. જયારે લાંબા સમયગાળા માટે ગૃહમંત્રાલય દ્વારા કાર્યરત એજન્સીઓ માટે સેટેલાઇટ સંસાધનોને વિસ્તાર કરીને નેટવર્ક બનાવીને જમીની માળખાકીય સુવિધા વિકસીત કરવાની યોજના બનાવવામાં આવી છે. વિવિધ દ્રશ્યોને સંગ્રહિત કરવા અને તેનો ઉપયોગ વિવિધ એજન્સીઓને આપવા પ્રસારિત કરવા માટે સેન્ટ્રલ આર્કાઇવલ સુવિધા વિકસીત કરવામાં આવનાર છે.

દુરના અને જંગલ  વિસ્તારમાં મુકાયેલા કેન્દ્રીય સૈન્ય દળો સાથે તુરંત સંપર્ક કરી શકાય તે માટે આ સેટેલાઇટ દ્વારા સંચાર સંકલન કરવામાં આવનારુેં છે. ભારતીય પ્રાદેશિક નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત જીપીએસ ઉંંચાઇઓ દુરના અને મુશ્કેલ સરહદો અને નકસલી વિસ્તારોમાં ફરજ કરતા દળો માટે નેવીગેશનની સુવિધાઓ આપશે. આ યોજના માટે બી.એસ.એફ.ને એજન્સી તરીકે નિયુકિત કરવામાં આવી હતી.

ગૃહમંત્રામય આ યોજના કેન્દ્રીય અવકાશ મંત્રાલયના સહયોગથી અમલમાં મુકનારું છે. આ યોજનાથી સરહદ અને ટાપુ પર સુરક્ષા સલામતીને મજબુત કરી શકાશે અને આ વિસ્તારોમાં આંતર માળખાકીય વિકાસને સરળ બનાવી શકાશે તેમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.