Abtak Media Google News

સફાઇ ઝુંબેશ, આજી નદી શુધ્ધીકરણ, વૃક્ષારોપણ, મ્યુઝિકલ નાઇટ તથા આતશબાજી સહિતના કાર્યક્રમો

સૌની યોજના” હેઠળ આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનો રાજકોટ માટેનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા નીરના વધામણા કરવા રાજકોટના મહેમાન બની રહયા છે ત્યારે આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ આજે જણાવ્યું હતું.

આ કાર્યક્રમો વિશે વાત કરતા કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે,તા.૨૮સુધી વન-ડે-ટુ વોર્ડ સફાઇ ઝુંબેશ, તથા તા.૨૧ થી તા. ૨૪ દરમ્યાન આજી નદી શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત તા.૨૪ના રોજ જાહેર જનતા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ સાથે આજી નદીની સામૂહિક સફાઈ ઝુંબેશ, તા.૨૪ના રોજ વ્રુક્ષારોપણ, તા.૨૭ના રોજ જાહેર જનતા માટે મ્યુઝીકલ નાઈટ અને દીપમાળા કાર્યક્રમ તથા તા.૨૮ના રોજ આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમો માટે રાજકોટ શહેરની અલગ-અલગ સ્વૈચ્છીક સંસ્થાઓ તથા એન.જી.ઓ. સાથે વિવિધ મિટીંગ પણ યોજવામાં આવેલી છે જેમાં પદાધિકારીઓ, કોર્પોરેટરો, કમિશનર તથા નાયબ કમિશનર તથા અધિકારીઓ દ્વારા જરૂરી સંકલન કરવામાં આવ્યું છે.

આજી નદીના સફાઈ અભિયાન માટે અલગ-અલગ સ્વૈચ્છીક સંસ્થાઓ તથા એન.જી.ઓ. ને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રમદાન, અન્નદાન તથા સાધનદાન રૂપે સહાય કરવા તેમજ આ કાર્યક્રમમાં જોડાવવા જાહેર અનુરોધ કરવામાં આવેલ હતો.  જેમાં અલગ-અલગ સ્વૈચ્છીક સંસ્થાઓ તથા એન.જી.ઓ. દ્વારા આ કાર્યક્રમને સફાઇ બનાવવા માટે અંદાજીત ૧૦૦૦૦ વોલેન્ટીયરો, ફુડ પેકેટસ તથા સાધનોની મદદ આપવા સહમતિ દર્શાવેલ. જાહેર માર્ગ પર લોકો કચરો રસ્તા પર નહી ફેંકેતા રોડની સાઇડ પર રહેલ લીટરબીનમાં નાંખે તેવી વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવનાર છે.  તે માટે ૧૦૦ લીટરની ૩૦૦ નંગ જેટલી ટવીન લીટરબીન તા.૨૯ સુધીમાં એરપોર્ટથી આજીડેમ સુધી તથા અન્ય હોકર્સ ઝોનમાં ફીટ કરવામાં આવનાર છે. કુલ-૨૪૦૦ નંગ લીટરબીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે.એન.એન.યુ.આર. પ્રોજેકટ અંતર્ગત ખરીદ કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા ૨-ઓકટોબર, ૨૦૧૯ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે સ્વચ્છ ભારતની ભેટ આપવાની નેમ સાથે ૨ ઓકટોબર ૨૦૧૪ ના રોજ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવેલ શરૂ કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તા.૨૯ના રોજ રાજકોટની મુલાકાત અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-ટુ વોર્ડ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.