Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનઉ પહોંચ્યા છે. અહીંયા તેમણે ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ‘યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018’ (UPIS)નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ આખા દેશનું ગ્રોથ એન્જિન બની શકે છે. અહીંયા સંસાધનોની અછત નથી. પહેલાની અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. યોગી આદિત્યનાથ અહીંયા પરિવર્તન લાવી રહ્યા છે. સમિટની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝલિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ સ્પીચ આપી. અંબાણીએ કહ્યું, “20,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે જિયો એ યુપીના મોટામાં મોટા ઇન્વેસ્ટર્સમાંનું એક છે. 2018 સુધીમાં યુપીના દરેક ગામમાં જિયો હશે.”

Advertisement

મોદીની સ્પીચની મહત્વની વાતો

– મોદીએ કહ્યું, “જ્યારે પરિવર્તન થાય છે, તો તે દેખાવા લાગે છે. ઉત્તરપ્રદેશમાં મોટું પરિવર્તન થઇ રહ્યું છે. અનેક ક્ષેત્રોમાં પરિવર્તન આવી રહ્યું છે.”
– “મલીહાબાદની કેરીની વિશ્વભરમાં નિકાસ થાય છે. અનાજના ઉત્પાદનમાં યુપી અગ્રેસર છે. અમે ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છેીએ.

યુપી સરકારના કામના પરિણામો દેખાઇ રહ્યા છે.
– “યોગીજીએ યુપીને નિરાશામાંથી બહાર કાઢ્યું. યુપીમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. યુપી સમૃદ્ધિ અને વિકાસના માર્ગે છે.”
– “યુપીમાં સાધનો અને સંસાધોની અછત નથી. યુપી ઉદ્યોગકારો માટે રેડ કાર્પેટ સાબિત થશે.”
– “યુપીમાં પાયો તૈયાર થઇ ગયો છે જેના પર નવા ઉત્તરપ્રદેશની ભવ્ય અને દિવ્ય ઇમારતનું નિર્માણ થશે.”
– “પોટેન્શિયલ, પોલિસી, પ્લાનિંગ અને પર્ફોર્મન્સ પ્રોગ્રેસની દિશામાં લઇ જાય છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.