Abtak Media Google News

એકસપોર્ટ પ્રોડકટ ઉપર કોર્પોરેટ ઈન્કમટેકસ સહિતના કરવેરા ૩૩ ટકા સુધી ઘટાડવા ઈચ્છનીય

વૈશ્વિક બજારમાં ભારતીય નિકાસકારોને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી પારિત થવું પડે છે. આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણોની સાથે રાષ્ટ્રીય નિયમોમાં ફેરફાર પણ નિકાસકારો માટે કપરા બની જાય છે. આવા સંજોગોમાં થોડા સમય પહેલા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારત સરકાર દ્વારા નિકાસકારોને આપવામાં આવતી એકસ્પોર્ટ સબસીડી મામલે વિરોધ નોંધાવાયો હતો. આ મુદ્દે અત્યારે સમાધાન તો સધાઈ ગયું છે પરંતુ ભારતીય નિકાસકારો વૈશ્ર્વિક બજારમાં ટકી શકે તે માટે એકસ્પર્ટ સબસીડી કેટલી આપવી તે મુદ્દે ચર્ચાએ જોર પકડયું છે.

ભારત સરકાર દ્વારા નિકાસકારો માટે થોડા સમય પહેલા એકસ્પોર્ટ પ્રોડકટ પર ડયુટી ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત કોર્પોરેટ ટેકસ સહિતના વધારાના કરવેરા, કુલ ૩૩ ટકા જેટલા ટેકસ ઘટાડવા નક્કી કરાયું હતું. આ ઉપરાંત મેન્યુફેકચરીંગમાં ઈન્વેસ્ટમેન્ટ માટે ૧૭ ટકાની રાહત અપાઈ હતી. સરકારે નિકાસકારો માટે લીધેલા આ નિર્ણયની ઠેર-ઠેરી સરાહના ઈ હતી. પરંતુ મર્ચન્ડાઈસ એકસ્પોર્ટ સ્કીમ માટે સરકારનો સંપૂર્ણ ટેકો ન મળતો હોવાની દલીલ પણ થઈ હતી.

7537D2F3 6

નિકાસકારોને સક્ષમ રાખવા ભારત સરકાર માટે ખુબજ જરૂરી છે. ભારતમાંથી મોબાઈલ ફોન, આઈટી સેકટર સાથે સંકળાયેલા ઉત્પાદનો, ઈલેકટ્રોનિકસ સહિતની વસ્તુઓની નિકાસ થાય છે. જો કે, ભારત સો વૈશ્ર્વિક બજારમાં ચીન સહિતના દેશો ગળાકાંપ હરીફાઈ કરી રહ્યાં છે. ચીનમાં ઉત્પાદન પાછળ લાગતો ખર્ચ ભારત કરતા ક્યાંય ઓછો છે. ઉપરાંત નિકાસ માટે ચીન સરકાર દ્વારા નિકાસકારોને અપાતા પ્રોત્સાહનો ભારત કરતા વધુ છે. પરિણામે ભારતીય માલ-સામાન વિદેશી બજારમાં મોંઘો પડે છે. જ્યારે ચીનનો સામાન સસ્તો હોવાી તે વધુ સ્વીકાર્ય બને છે.

તાજેતરમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારને લઈ અણબનાવ જોવા મળ્યા હતા. જેના કારણે ભારત સહિતના દેશો માટે વૈશ્ર્વિક બજારમાં પગદંડો જમાવવાની તક ઉભી થઈ હતી. ભારતીય માલ, સામાનને પગપેસારો કરવાની આ તક વધુ સારી નિવડી હોત જો સરકારે નિકાસકારો માટે એકસ્પોર્ટ સબસીડી આપવાની સગવડતા બતાવી હોત. ભારતીય કંપનીઓની સર્વિસ અન્ય દેશોમાં વધુ જાણીતી છે. આવા સંજોગોમાં ચીન, વીયતનામ અને ઈન્ડોનેશીયા સહિતના દેશો સામે ભારતનું આઈટી ક્ષેત્ર વધુ સારી રીતે ટકી શકે છે. જેથી હાલ વૈશ્વિક બજારમાં ભારતીય કંપનીઓને સરળતા રહે તે માટે સરકાર એકસ્પોર્ટ સબસીડી આપે તે ઈચ્છનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.