Abtak Media Google News

આઈએફએસસી બીલ પણ કરાયું રજુ: રોકાણ, રોજગારી તથા વિકાસને વેગવંતો બનાવવા સરકારની પહેલ

ભારત દેશનું અર્થતંત્ર હાલ ડામાડોળ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે સરકારી ઘણી ખરી એવી યોજનાઓ છે જે અનેકઅંશે વિસંગતતા ઉભી કરે છે ત્યારે બીજી તરફ ભારત દેશમાં કરમાળખાની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે જે કોઈ સ્થાનિક ઉધોગકારો કે જે દેશમાં વ્યાપાર કરે છે તેઓને કરનાં ભારણથી ઘણી તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે ઘણાખરા યુનિટો ભારે કરમાળખાનાં કારણે બંધ પણ થઈ ગયેલા છે ત્યારે સરકાર દ્વારા જો કરમાળખામાં ફેરબદલ અને સુધારાઓ કરવામાં આવે તો ઘણાખરા અંશે જે પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે તેનાં પર પૂર્ણવિરામ લાદી શકાય. કરમાળખામાં સુધારા કરવાથી નવા રોકાણો, નવી રોજગારીની તકો તથા જે આર્થિક વ્યવસ્થા નબળી પડી છે તેણે પણ વેગ મળી શકશે જે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેનાં બિલો લોકસભામાં રજુ કરવામાં આવ્યા છે. ઉધોગની જયારે વાત કરવામાં આવે તો દેશનું અર્થતંત્ર ઉધોગ ક્ષેત્ર પર નિર્ભર છે. હળવા કરમાળખાથી તરલતામાં પણ અનેકઅંશે વધારો જોવા મળશે જે દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવશે.

7537D2F3 1

કેન્દ્ર સરકારે લોકસભામાં ટેકસેશન એમેડમેન્ટ બીલ તથા ઈન્ટરનેશનલ ફાયનાન્સીયલ સર્વિસીસ સેન્ટર ઓથોરીટી બીલ રજુ કરવામાં આવ્યું હતું. ગત ૨૦ નવેમ્બરનાં યુનિયન કેબિનેટ દ્વારા આ બિલને મંજુર કરવામાં આવ્યું હતું. ટેકસેશન એમેડમેન્ટ બીલમાં નવી જોગવાઈઓ જે બીલમાં કરવામાં આવી છે જેમાં કોર્પોરેટ ઈન્કમટેકસ દરમાં ઘટાડો કરવામાં સુચવવામાં આવ્યું છે જેનાથી રોકાણમાં વૃદ્ધિ થશે. રોજગારીની તકો પણ ઉદભવિત થશે અને હાલ જે દેશનું અર્થતંત્ર મંદ પડયું છે પણ વેગવંતુ બનશે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં હાલની સ્થાનિક કંપનીઓએ ૨૨ ટકાનો ટેકસની ભરપાઈ કરવી પડે છે જેમાં વધારાનો ૧૦ ટકાનો સરચાર્જ અને ૪ ટકાનો સેસ પણ લાગુ પડે છે. હાલ આ અંગેનો નિર્ણય પહેલા એક સ્પેશિયલ ઓડિનર્સ પાસ કરી નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેણે પાર્લામેન્ટ હેઠળ વંચાણમાં લેવામાં આવ્યો ન હતો.

કેન્દ્ર સરકાર દ્વારા ટેકસેશન લો એમેડમેન્ટ બીલની સાથોસાથ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસ સેન્ટર ઓથોરીટી બીલ-૨૦૧૯ને પણ લોકસભામાં રજુ કરવામાં આવશે. આ બીલ રાજયસભામાં ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ રજુ કરવામાં આવ્યું હતું. કેબિનેટ દ્વારા આઈએફએસસી બીલને પણ મંજુરી આપવામાં આવી હતી પરંતુ રાજયસભામાંથી આ બીલને બહાલી આપવામાં આવી ન હોવાથી હવે આ બીલ સૌપ્રથમ લોકસભામાં રજુ કરવામાં આવશે.

જે અંગે લોકસભાનાં સચિવો દ્વારા જણાવાયું હતું કે, આ તમામ બિલ આર્ટીકલ ૧૧૭ એકટ હેઠળ સૌપ્રથમ લોકસભામાં રજુ થવું જોઈએ ત્યારબાદ જ તેણે રાજયસભામાંથી પસાર કરી શકાય છે. સપ્ટેમ્બરમાં જે ટેકસેશન લો બીલ ઓડિનર્સ હેઠળ પસાર કરવામાં આવ્યું હતું તેને હવે લોકસભામાંથી પસાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.