Abtak Media Google News

વડોદરાના સિંઘરોટ ગામના સીમમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી જ્યાં એ.ટી.એસ. દ્વારા દરોડો પાડ્યા બાદ તપાસ નો ધમધમાટ ચાલ્યો છે. હાલ પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ તેવી શક્યતા છે આ ફેક્ટરી માંથી 478.5 કરોડના 63 કિલો તૈયાર કરે એમ ડી ડ્રગ્સ અને 80 કિલો લિક્વિડ ડ્રગ્સ કબજે થયું છે. આ સાથે ફેક્ટરી માંથી સોમીલ પાઠક, ગોવિંદ કટારીયા, ભરત ચાવડા તથા અન્ય આરોપીની ધરપકડ કરી હતી.

પકડાયેલા તમામ આરોપીની પોલીસ દ્વારા સરભરા કરી આકરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં સોમીલ પાઠક અને મુંબઈના ડ્રગ્સ ડીલર સલીમ ઢોળા આ ફેક્ટરી બે મહિના પહેલા ચાલુ કરી હોવાનું સામે આવ્યું છે. બે મહિનામાં આ ફેક્ટરી માંથી ત્રણ કન્સાઈનમેન્ટ મુંબઈ મોકલવામાં આવ્યા હતા MD ડ્રગ્સ ની ફેક્ટરીને સોમીલ પાઠક અને ડોલા ચલાવતા હોય તેવું એટીએસને માનવાને કોઈ કારણ નથી આ રેકેટમાં મોટા માથા પણ સંડોવાયેલ હોવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ATS આ રેકેટને વધુને વધુ ઝીણવટ પૂર્વક તપાસી રહી છે. જેમાં મહત્વપૂર્ણ અને દુબઈ સાથેના પૈસાની લેણદેણની વિગતો પણ મળવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.