Abtak Media Google News

મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ ચેમ્બરની રજૂઆત

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ગુજરાત સરકાર દ્વારા રાજયના વેપાર ઉદ્યોગ પર જે વ્યવસાય વેરો લાદવામાં આવ્યો છે. તેમાં આ વેરાની આવક સરકારને નજીવી થાય છે. પરંતુ વેપાર ઉદ્યોગ એકમોને વહીવટી પ્રક્રિયાનો ઘણો બોજો સહન કરવો પડે છે. પરિણામે વેપાર ઉદ્યોગમાં ઘણી નારાજગી પ્રવર્તે છે. તે બાબત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ધ્યાન ઉપર મૂકી રાજયના વેપાર ઉદ્યોગ પરથી વ્યવસાય વેરો નાબુદ કરવા રજૂઆત કરી છે.

રાજકોટ ચેમ્બરે આ વ્યવસાય વેરો વેપાર ઉદ્યોગ પર વધારાના બોજા‚પ હોવાનું સ્વિકારી દેશના ઘણા વિકાસશીલ રાજયોએ અપનાવેલ નથી ગુજરાત રાજયને વ્યવસાય વેરાની વેપાર ઉદ્યોગ પાસેથી મહેસુલીક આવક માત્ર રૂ. ૧૫૦ કરોડ આસપાસની થાય છે.ત્યારે આટલી નજીવી મહેસૂલી આવક જતી કરાય તો વેપારઉદ્યોગ વર્ગને ઘણી મોટી વહીવટી રાહત મળી શકે. વધુમાં આપણા સમગ્ર દેશમાં એક કર એક દેશ સુત્ર મુજબ સમાન પર પધ્ધતિ જીએસટી અમલી બની છે.

ત્યારે ગુજરાત રાજયમાં વ્યવસાય વેરાની વસુલાત સામાન કર પધ્ધતિ જીએસટીના કેન્દ્ર સરકારના મુળભૂત ઉદેશો સુશંગત નથી. આથી ગુજરાત રાજયના વેપાર ઉદ્યોગ પરનો વ્યવસાય વેરો નાબુદ કરવાની લાંબા સમયની માંગણી અંગે તુરત નિર્ણય લેવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.