Abtak Media Google News

કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત બાદ આતંકવાદ ફેલાવવા રઘવાયા બનેલા પાક. પ્રેરિત આતંકવાદી સંગઠ્ઠનોએ સરહદ પરથી ધુસણખોરીના પ્રયાસો વધુ તેજ બનાવ્યાનું ગૃહ રાજયમંત્રી રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું

દેશને આઝાદી કાળથી આતંકવાદ સહીતના અનેક મુદ્દે પીડતી બંધારણની કલમ ૩૭૦ ને તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે કુનેહપૂર્વક દુર કરી હતી. આ કલમને ઉઠાવતાં પહેલા મોદી સરકાર દ્વારા મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને કાશ્મીરમાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આ સુરક્ષા જવાનોએ સરહદને સીલ કરવાની સાથે કાશ્મીરના ખુણે ખુણે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જે બાદ મોદી સરકારે કલમ ૩૭૦ ને નાબુદ કરવાનો નિર્ણય લઇને ઘરના ધાતકી એવા ગદ્દાર કાશ્મીરી નેતાઓને વાતાવરણનો બગાડે નહી તે માટે અટકાયતમાં લઇને કાશ્મીરમાં સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવામા આવેલા આ સાવચેતીના પગલા બાદ આતંકી હુમલામાં ૧૭ ટકાનો ધટાડો થવા પામ્યો છે. ઉપરાંત સરહદપરથી થતી ધુસણખોરીઓના પ્રમાણમાં પણ ભારે ધટાડો જોવા મળ્યો છે.

આ અંગે લોકસભામાં માહીતી આપતા કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી.કીશન રેડ્ડીએ જણાવ્યું હતું કે પાંચમી ઓગસ્ટે કલમ ૩૭૦ હટાવ્યાના ૧૧પ દિવસો પછી અને હટાવ્યા પહેલાના ૧૧પ દિવસોમાં થયેલા આતંકી હુમલાઓની ધટનાઓની સરખામણી કરતા તેમાં ૧૭ ટકા સુધીનો ધટાડો થયો છે. જયારે ધુસણખોરીના સરદહ પરથી આતંકવાદી તત્વોની ધુસણખોરીના બનાવોમાં કલમ ૩૭૦ હટાવ્યાના પહેલા ૮૮ દિવસો અને બાદ ૮૮ દિવસોમાં ૫૮ ટકાનો વધારો થવા પામ્યો છે. ચાલુ વર્ષના પ ઓગષ્ટથી ર૭ નવેમ્બર વચ્ચેના ૧૧પ દિવસોમાં આતંકી હુમલાના ૮૮ બનાવો બનવા પામ્યા છે. જે ૧ર એપ્રિલથી ૪ ઓગષ્ટ સુધીના ૧૧પ દિવસોમાં ૧૦૬ આતંકી હુમલાના બનવા પામ્યા હતા. જયારે પ ઓગષ્ટ થી ૩૯ ઓકટોબર સુધીના ૮૮ દિવસોમાં સરહદ પરથી ધુસણખોરીના ૮૪ બનાવો નોંધાયા છે. જે ૯ મે થી ૪ ઓગસ્ટ સુધીના ૮૮ દિવસોમાં ધુસણખોરીના ૫૩ પ્રયાસો થયા હતા.

7537D2F3 3

ગૃહ રાજયમંત્રીએ  આપેલા જવાબમાં વધુમાં જણાવ્યું છે કે સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલી વિગતો મુજબ સરહદ પારથી થતાં પ્રાયોજીત આતંકવાદી સંગઠ્ઠનો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા માટે મોટા પ્રમાણમાં તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં તમામ સરહદોને સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત આતંકવાદીને શોધી કાઢવા સર્ચ ઓપરેશનો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૫૭ કાશ્મીરી આતંકવાદીઓએ હથિયાર છોડીને સરકાર સમક્ષ સમર્પણ કર્યુ છે. આ સમયગાળા દરમ્યાન આતંકવાદી તત્વોએ બિન કાશ્મીરીઓ સહીત ૧૯ નાગરીકોની હત્યા કરી છે.

સુરક્ષા જવાનો કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓ ડામવા કડક હાથે કામ લઇ રહ્યા છે. તેમ રેડ્ડીએ ઉમેર્યુ હતું. જયારે બીજા એક પ્રશ્ર્નના જવાબમાં રેડ્ડીએ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં તમામ આવશ્યક સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે.

સોશ્યલ મીડીયા દ્વારા સરહદ પારથી ભારત વિરોધી  થતી પોસ્ટોનો રોકવા ઇન્ટરનેટ પર અમુક પ્રતિબંધો ચાલુ રખાયા છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠ્ઠનો કાશ્મીરી યુવાનોને ઉશ્કેરવા અને આતંકવાદ તરફ પ્રેરવા મોટા પ્રમાણમાં સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરી રહ્યાનું પણ રેડ્ડીએ ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.