Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ માટે અપાયેલા મસમોટા ૩૨૦૦ કરોડના ટાર્ગેટને પહોંચી વળવા અધિકારીઓ દોડયા છતાં વસુલાત ૫૦ ટકાથી પણ ઓછી

નવા વર્ષમાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે રાજકોટ આવકવેરા વિભાગ કટીબદ્ધ દેશમાં કોર્પોરેટ ટેકસ રીડકશન, ટેકસ રીલીફ સહિતના મુદ્દાઓ બન્યાં મહત્વપૂર્ણ

આવકવેરા વિભાગના સીસીઆઈટી રવિન્દ્રકુમાર આઈ.પટેલ, એડિશ્નલ કમિશનર ચેતન કાચા સહિતના અધિકારીઓ સાથે ‘અબતક’નથી વિશેષ વાતચીત

વર્ષ ૨૦૧૯ જ્યારે પૂર્ણ થઈ રહ્યું છે અને સમગ્ર દેશ જ્યારે નવા વર્ષ ૨૦૨૦ને આવકારવા માટે નગનથી રહ્યાં છે ત્યારે સરકારના અનેકવિધ વિભાગો માટે ૨૦૧૯નું વર્ષ મિશ્ર રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘણા ખરા વિભાગો માટે ૨૦૧૯નું વર્ષ પડકારજનક હોય તેવું પણ સામે આવ્યું છે. ત્યારે આવકવેરા વિભાગનથી જો વાત કરવામાં આવે તો ૨૦૧૯નું વર્ષ અત્યંત કપરૂ હોવાનું રાજકોટ સીસીઆઈટી રવિન્દ્રકુમાર પટેલે ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે, સીબીડીટી અને નાણા મંત્રાલય દ્વારા આવકવેરા વિભાગને જે ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે. તેમાં નારૂ કલેકશન ૫૦ ટકાથી પણ ઓછુ રહ્યું છે જે ખુબજ ખરાબ વાત કહી શકાય. વધુમાં તેઓએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૯ આવકવેરા વિભાગ માટે નબળુ રહેવા માટેના અનેકવિધ કારણો છે. જેમાં દેશના નાણા મંત્રાલય દ્વારા કોર્પોરેટ ટેકસમાં જે રીડકશન કરી જે ટેકસ રીલીફ આપવામાં આવી છે. તેનાી ઘણી ખરી તકલીફો આવકવેરા વિભાગને કલેકશન સમયે થઈ રહી છે.

Vlcsnap 2019 12 31 13H05M38S100

‘અબતક’ સોનથી વિશેષ વાતચીતમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટના આવકવેરા વિભાગના ચિફ કમિશનર ઈન્કમટેકસ કે જેઓએ થોડા સમય પહેલા જ રાજકોટનો ચાર્જ સંભાળ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, સીબીડીટી દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ માટે મસમોટો ૩૨૦૦ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ત્યારે બાકી રહેતા એક જ દિવસનથી જો સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ટાર્ગેટનથી સામે વસુલાત ૫૦ ટકાથી પણ ઓછી નોંધાય છે જે સુચવે છે કે, ચાલુ એટલે કે, ૨૦૧૯નું વર્ષ આવકવેરા વિભાગ માટે પડકારરૂપ રહ્યું હતું. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, સમગ્ર ભારતભરમાં આવકવેરા વિભાગનથી પરિસ્થિતિ અત્યંત દયનથીય છે. ત્યારે આવકારૂ વર્ષ આવકવેરા વિભાગ માટે અત્યંત મહત્વપૂર્ણ બનથી રહેશે. કારણ કે, ટાર્ગેટ સામે જે ખાદ્ય ઉભી થઈ છે તેને કેવી રીતે પૂરી કરી શકાય તે દિશામાં પણ આવકવેરા વિભાગે પગલા લેવા પડશે.

સૌરાષ્ટ્ર-કચ્છ માટે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આવનારા વર્ષમાં ટાર્ગેટ વહેલાસર અને સરળતાથી કેવી રીતે પુરો કરી શકાય તે દિશામાં હાલ તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ આવકવેરા વિભાગના તમામ પ્રમુખ અધિકારીઓ સાથે મંત્રણા પણ કરવામાં આવી રહી છે. આગામી ૨ વર્ષ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ થતા રાજકોટના સીસીઆઈટી તરીકે નિયુક્ત થયેલા રવિન્દ્રકુમાર પટેલે ઘણા ખરા મુદ્દાઓ પર પ્રકાશ પાડયો હતો અને આવકવેરા વિભાગનથી કામગીરી સુચારૂ રૂપી કેવી રીતે થઈ શકે તે માટે પણ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેકટ ટેકસીસએ દેશના તમામ આવકવેરા વિભાગનથી કચેરી માટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે કે, કરદાતાઓને ઓછામાં ઓછી તકલીફનો સામનો કરવો પડે અને તેમનું ફરિયાદનું નિવારણ નિર્ધારીત સમયમાં પૂર્ણ થાય તે દિશામાં તમામ પગલાઓ લેવામાં આવવા જોઈએ.

રાજકોટ સીસીઆઈટી રવિન્દ્રકુમાર પટેલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સમગ્ર ભારતનું જે આવકવેરાનું બજેટ કલેકશન છે તેમાં ઘટાડો તાં આંકડો માયન્સ ૭ ટકા જેટલો પહોંચી ગયો છે. જેના અનેકવિધ કારણો સબબ આવકવેરા વિભાગનથી કચેરીઓ હાલ કામગીરી હાથ ધરી રહી છે. ત્યારે આવનારૂ નવું વર્ષ આવકવેરા વિભાગ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબીત થશે. કારણ કે નવા વર્ષમાં ટાર્ગેટને પહોંચી વળવા માટે એવા તમામ પગલાઓ લેવા અનિવાર્ય બન્યા છે. જેથી દેશને પ્રાપ્ત થતી આવકમાં વધારો થાય. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલનથી પરિસ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, જે રીતે દેશમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેનાી બેરોજગારી સાથો સાથ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેનથી સીધી અસર આવકવેરા વિભાગના બજેટ કલેકશન પર થઈ રહી છે. અંતમાં તેઓએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ચાર્જ સંભાળતાનથી સાથે જ અનેકવિધ મુખ્ય જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. કારણ કે, મોરબી જેવા સેન્ટરોમાંથી ઘણીખરી વસુલાત કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક જાગૃતતાના અભાવે જે કલેકશન થવું જોઈએ તે થઈ શકતું નથી. ત્યારે આવનારા બે વર્ષ રાજકોટ આવકવેરા વિભાગ માટે અત્યંત મહત્વપૂર્ણ બનથી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.