Abtak Media Google News

લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા કોર્પોરેશનનો અનુરોધ

અબતક રાજકોટ: આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા શેરી ફેરીયાઓની આજીવિકા પુન: સ્થાપિત થઇ શકે તે અનેતેમનો વ્યવસાય શરૂ થઇશકે તેહેતુથી શેરી ફેરીયાઓને વર્કીંગ કેપીટલ લોન અપાવ પીએમસ્વનિધિ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે.

આ યોજનામાં શહેરી ફેરિયાઓને બેંક દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.10 હજાર તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.20 હજારની વર્કિંગ કેપિટલ લોન બેંક મારફત આપવામાં આવે છે.આ યોજનાનો લાભ લેવા માટે ફેરી પ્રકારની પ્રવૃત્તિ કરતા લાભાર્થીઓએ ફેરીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝનો ફોટો, રેશનકાર્ડની નકલ,બેંક પાસબુક, પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ, ચુંટણી કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ તથા બીજા તબક્કાની લોન માટે લોન પૂર્ણ થયાના પ્રમાણ પત્ર સાથેપ્રોજેક્ટ શાખાના એનયુએનએલ સેલ, રાજકોટ મ્યુનિસિપલ ક્રેડીટ સોસાયટીની ઉપરના ભાગે, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગર પાલિકાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.