Abtak Media Google News

એચઆર ગેટનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા ખેડૂતોને વેઠવી પડે હાલાકી: ચોમાસા પહેલાના આજી-2 ડેમના દરવાજા ખુલ્લા:ખેડૂતો

 

Advertisement

પડધરી તાલુકાના ખેડૂતોની દિન પ્રતિ દિન આજીડેમ 2 સિંચાઈ વિભાગના ગોકળગાય કામથી ખૂબ પરેશાન થઈ રહ્યા છે.પડધરી તાલુકાના ડુંગરકા, અડબાલકા, બાધી, હરિપર,ખંઢેરી,નારણકા સહિતના અનેક ગામોને વાવણી લાયક પાણી આજીડેમ 2 પૂરું પાડે છે.ઘણા સમયથી આ ગામના ખેડૂતો આજીડેમ 2 સિંચાઈ વિભાગના કેનાલના એચઆર ગેટના કામથી ત્રાહિત થયા છે.સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થતા ખેડૂતોને હાલાકી પાણીની સમસ્યાની હાલાકી વેઠવી પડે છે. બીજી તરફ વાવાઝોડા બાદ વરસાદથી પાણીનો ભરાવો થતા આજીડેમ 2 ના ચાર દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા તેવા સમાચાર ખેડૂતોને મળતા ખેડૂતો જાત તપાસ માટે આજીડેમ 2 સ્થળ પર પહોંચ્યા હતા. ખેડૂતોએ આજીડેમ 2 સિંચાઈ વિભાગ પર આક્ષેપો કર્યા છે.ખરીફ સીઝન પુરી થતા મંડળીના લેટરપેડ પર સલાહકાર સમિતિમાં જે તે સમયે સમય મર્યાદામાં કામ પૂરું કરવાની વાત હતી.ખરીફ સીઝન જતી રહી છે.ચોમાસુ શરૂ થઈ ગયું છે.6 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી ગયો છે.પરંતુ હવે સમસ્યા હજુ ઊભીને ઉભી છે પાણી અમને ઉપયોગમાં આવતું નથી નદીના વહેણમાં પાણી જતું રહે છ.એચઆર ગેટનું જો સમય મર્યાદામાં પૂર્ણ થઈ ગયો હોત.તો આ તકલીફ અમોને વેઠવી ન પડે. ખેડૂતો ચિંતામાં આતુર થયા છે.છેલ્લા ત્રણ મહિનાથી આજીડેમ 2ના દરવાજા ખુલ્લા જ મુકેલા છે.હાલ ડેમના બધા જ દરવાજા ખુલ્લા હોવાથી ખેડૂતો રોસે ભરાયા હતા તંત્રને અવારનવાર રજૂઆત કર્યા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ખેડુતોએ રોષ ઠલવ્યો હતો.

 

એચઆર ગેટનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય:દિપકભાઈ લીંબાસિયા

ડુંગરકા ગામના ખેડૂત દિપકભાઈ લીંબાસિયા જણાવ્યું કે,આજી ડેમ 2 સિંચાઈ વિભાગની એક અખબાર યાદીમાં  આજીડેમ 2 ઓવરફ્લો અને ચાર દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યાના સમાચાર અમોને પ્રાપ્ત થતા અમે પડધરી તાલુકાના આસપાસના ગામના ખેડૂતો આજીડેમ 2 સિંચાઈ વિભાગની જાત તપાસ કરવા માટે આવ્યા હતા.હકીકતમાં તો ડેમન દરવાજા પહેલેથી જ ખુલ્લા મુકેલા છે.વાવાઝોડા બાદ જે 6 ઇંચ થી વધુ વરસાદ પડ્યો તેનું પાણી ડેમમાંથી જતું રહ્યું છે. હાલ ખરીફ સીઝનની વાવણી થઈ ગઈ છે પરંતુ જો વરસાદ ખેંચાશે તો ખેડૂતો પાણી ક્યાં લેવા જશે. તંત્ર સામે અમારી રજૂઆત અને માંગ છે.એચઆર ગેટનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.