યુધ્ધના કારણે પિતા-પુત્રી પડ્યા વિખૂટા, વીડિયો જોઈ તમે પણ રડી પડશો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન પર યુદ્ધની જાહેરાત બાદ રશિયાની સેના સતત હુમલો કરી રહી છે. યુક્રેનની રાજધાની કિવથી લઈને અન્ય શહેરો સુધી રશિયાનો કબ્જો સતત કડક થઈ રહ્યો છે. રશિયાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા યુક્રેનની સેનાએ ત્રણ પુલ ઉડાવી દીધા હતા. રશિયાએ દેશભરમાં 200 થી વધુ હુમલા કર્યા. તમામ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે 24 ફેબ્રુઆરી ગુરૂવારે એક ભાવુક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ ઇમોશનલ થઈ જશો.

પુત્રીનો જીવ બચાવવા મોકલી સુરક્ષિત સ્થળ પર

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક પિતા પોતાની પુત્રીને ગુડબાય કહી રહ્યાં છે. આ દરમિયાન પિતા-પુત્રીના આંખમાં આંસુ આવી જાય છે. બોમ્બ ધમાકા વચ્ચે તે પોતાની પુત્રીને સુરક્ષિત સ્થાન પર મોકલી રહ્યો છે, પરંતુ તે જોઈ શકતો નથી. હકીકતમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ 18થી 60 વર્ષના પુરૂષોના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યુક્રેન બોર્ડર એજન્સીનું કહેવું છે કે આ પગલું દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

દીકરીને ગુડબાય કહેતા પિતા રડી પડ્યા

વીડિયોના કેપ્શનમાં લખ્યું- એક યુક્રેની પિતા પોતાના પરિવારને ગુડ બાય કહે છે, જ્યારે તે ખુદ રશિયન સામે લડવા ત્યાં રહે છે. જ્યારે પિતા પોતાની દીકરીને ગુડબાય કહેતા હતા ત્યારે પિતાની આંખમાં આંસુ સરી પડ્યા હતા.