Abtak Media Google News
  • સગી બહેનના નણદોઈ સાથે પ્રેમ સંબંધ હોવાથી માતાપિતા અને બહેને ડુમો દઈ સગીરાની નિપજાવી તી હત્યા

 વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે પ્રેમ પ્રકરણ મામલે સગા માતાપિતા અને બહેને સાથે મળી સગીર વયની દીકરીને નિંદરમાં ઓશીકાથી મુંગો તથા દુપટ્ટાથી ગળેટુંપો દઈ હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો હોય, જેમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતા બનાવમાં સગીરાની હત્યા કરનાર આરોપી પિતાની ધરપકડ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની   16 વર્ષીય સગીર પુત્રી રીંકલનું તા. 26ના રોજ મોત થયું હોય, જેમાં મૃતકના ગળા ઉપર ઇજાના નિશાન દેખાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં સગીરાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ પોલીસ પુછપરછમાં ભાંગી પડેલા પિતાએ હત્યાની કબૂલાત આપી હતી.

  બનાવમાં મૃતકના માતાપિતા અને બહેને મળી પ્રેમ પ્રકરણ મામલે રિંકલ સુઈ ગયા બાદ હાથ, પગ પકડી રાખી મોઢા ઉપર ઓશીકાથી મુંગો તથા દુપટ્ટાથી ગળેટૂંપો દઇ હત્યા કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે આરોપી પિતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની

ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય બાબત છે કે, સગીરાને  તેની સગી બહેનના નણદોઈ સાથે પ્રેમ સંબંધ હોય તે બાબતે  પરિજનોએ હત્યા નિપજાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.