Abtak Media Google News

પોરબંદર સમાચાર

પોરબંદર નજીકના ઓડદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમના બે દિવસના રિમાન્ડ લેવાયા હતા, ત્યારે હવે આ શખ્સો સહિત કુલ ૧૦ શખ્સો સામે પોલીસે ગુજસીટોકનું હથીયાર ઉગામ્યું છે, પોલીસના આ નિર્ણયને જિલ્લાભરમાંથી આવકાર મળી રહ્રાો છે.

આેડદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સાગરીતો સામે ગામમાં જ રહેતા બે પરિવારોને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી લઇ તેઆેને ગામ મુકાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ચાર વર્ષ  પહેલા બનેલા આ બનાવ અંગે ગત ર૩ અને રપ નવેમ્બર ર૦ર૩ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે રમેશ સહિતના શખ્સો ફરાર હતા . જેને એલ.સી.બી. એ રાજસ્થાનથી ઝડપી લીધા હતા.

ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાના  છેલાણા, રામા છેલાણા અને ભાવેશ  છેલાણાને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા  હતા. જેમાં રિમાન્ડ દરમ્યાન ચારેય શખ્સોને આેડદર ખાતે લઇ જઈ પોલીસે રી-કન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું . આ શખ્સો સામે ધાકધમકી, મારામારી, પ્રોહીબીશન, ખૂનની કૌશિશ, ખંડણી અને બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુન્હાઆે નોંધાયા છે. જેથી LCB  એ આ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રેંજ આઈજી  સમક્ષ દરખાસ્ત કરી હતી, જે મંજુર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના અન્ય ૯ સાગરીતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે જે અંગે એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી  સમગ્ર માહિતી આપી હતી.

અશોક થાનકી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.