Abtak Media Google News

હોલીવૂડ પાસે સ્પાઇડર મેન, સુપરમેન, તો આપણી પાસે એગ્રીયંગ મેન છે

અક્ષયકુમારે ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલના અંતિમ દિવસે અમિતાભને કહ્યા ‘ફાધર ઓફ ધ બોલીવૂડ’

અક્ષયકુમારે ગઇકાલે ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલના અંતિમ દિવસે કહ્યું હતું કે હોલીવૂડ પાસે બેટમેન, સુપરમેન અને સ્પાયડર મેન છે તો આપણી પાસે એગી યંગ મેન છે આમ કહીને તેણે સ્ટેજ પરથી નીચે ઉતરીને અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કર્યા પણ તેમણે અક્ષયને ગળે લગાડયો હતો. ફિલ્મ ફેસ્ટીવલના અંતિમ દિવસે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, સલમાન ખાન, કરન જોહર, શાહીદ કપૂર, ડાયેના પેટી, રાધિકા આપ્ટે રાજકુમાર રાવ હુમા કુરેશી વિગેરે સીતારાઓ હાજર હતા.

ટિવટર પર અમિતાભ બચ્ચને અક્ષયકુમાર અને કરન જોહરનો આભાર માન્યો હતો. અમિતાભના ગીતો પર પરફોર્મ કરીને યંગ હીરો સિઘ્ધાર્થ મલ્હોત્રાએ તેમને આદરાંજલિ આપી હતી. આ સિવાય તેઓ સ્ટેજ પર આવ્યા ત્યારે ખુબ જ ભાવૂક થઇ ગયા હતા. કેમ કે તેમને ફાધર ઓફ ધ બોલીવૂડ કહેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સલમાન ખાન અને ફિલ્મ ટયુબલાઇટના બાળ કલાકાર માર્તીન ખુબ જ મસ્તી – મજાક કરી હતી. માહિતિ અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઉર્ફે બિગ-બીને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલીટી ઓફ ધ યર નો એવોર્ડ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.