Abtak Media Google News

કપીલ શર્માનો પોતાનો શો અત્યારે બંધ છે!

કોમેડી કિંગ કપીલ શર્મા પોતાની ફિલ્મ ‘ફિરંગી’ના પ્રમોશન માટે દર દર ભટકી રહ્યો છે બિચ્ચારો કપીલ !

એક સમયે સીતારાઓ ફિલ્મના પ્રમોશન માટે કપીલ શર્માના શોમાં આવતા હતા. છેલ્લે-છેલ્લે તો કપીલે શાહરુખ ખાન-અનુષ્કા શર્મા (જબ હેરી મેટ સેજલ) અને અજય દેવગન-ઈલીયાના ડીક્રૂઝ (બાદશાહો)ને રાહો જોવડાવીને અંતે શુટ કેન્સલ કર્યું હતું. કપીલની કોમેડીની દુકાન તો અત્યારે બંધ છે પરંતુ પેલી હિન્દી કહેવત ‘અબ આયા ઊંટ પહાડ કે નીચે’ની માફક ફિલ્મ ‘ફિરંગી’ના પ્રમોશન માટે દર દર ભટકી રહ્યો છે. મતલબ કે ચેનલ ટુ ચેનલ અને શો ટુ શોમાં જઈ રહ્યો છે. એક સમયે લોકો તેના શો-માં પ્રમોશન માટે આવતા અત્યારે તેણે જવુ પડે છે.

જોકે, કપીલ શર્મા શો ચાલુ હતો ત્યારે તેણે બીચ બીચ મેં ‘ફિરંગી’નું પ્રમોશન કરી લીધુ હતું. તેણે પોતાનું કામ કરી લીધુ હતું પરંતુ હવે નવેમ્બરમાં ફિલ્મની રીલીઝ ડેટ નજીક છે ત્યારે જરૂરી છે કે પ્રમોશન જોર શોરથી થાય.  હજુ ગઈકાલે જ કપીલ શર્મા લિટલ ચેમ્પ્સના ગ્રાન્ડ ફિનાલેમાં ગયો હતો જયાં તેણે ‘ફિરંગી’ના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે, ‘મેં મારી બધી મૂડી ફિરંગીના નિર્માણમાં લગાવી દીધી છે તમે બધા મારી આ ફિલ્મ ખાસ જોશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.