Abtak Media Google News

આવતીકાલ માટે સાયબર સિકયોરીટી ક્ષેત્રે મજબુત રોડમેપની તૈયારીઓ શરૂ

ડિફેન્સ ડિપાર્ટમેન્ટ માટે સાયબર સિકયોરીટી ફ્રેમવર્ક માટેનો વર્કશોપ યોજાયો

સાયબર સિકયોરીટી આવતીકાલની જરૂરીયાત બની રહ્યું છે, જોકે ભારત ડિજીટાઈઝેશન તરફ વધી રહ્યું છે છતાં ભારતની ટેકનોલોજીમાં તો પાં-પાં-પગલી જ કહી શકાય ત્યારે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિથારામને પણ માન્યું છે કે દેશના સંરક્ષણ ઉપર પણ સાયબર અટેકનો ભય મંડરાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સોશીયલ મીડિયાના વધતા જતા ઉપયોગથી સાયબર ક્રાઈમની સંખ્યા પણ વધી રહી છે ત્યારે દેશના સંરક્ષણની સુરક્ષા પણ આપણી જવાબદારી છે. જેમાં સાયબર અટેકનો ભય હંમેશા રહે છે માટે દેશના ડિફેન્સને સાયબર અટેકથી બચાવવા માટે સેફગાર્ડની આવશ્યકતા છે.

સિથારામને દેશના દ્રષ્ટિકોણને બદલવાના પ્રયાસો સાથે સાયબર સ્પેસને મજબુત કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે માટે જ ડિફેન્સ સેકટરને સાયબર એટેકનો શિકાર બનાવવું હેકરોની સ્ટ્રેટેજી હોય છે. તેઓ ડિફેન્સ પ્રોડકશન મિનિસ્ટ્રી વિભાગના સાયબર સિકયોરીટી ફ્રેમવર્કના વર્કશોપના ઉદઘાટન કરતા તેમણે સાયબર સુરક્ષાની મહત્વતા સમજાવી હતી. વર્કશોપનું સંબોધન કરતા ડિફેન્સ પ્રોડકશન સેક્રેટરી અજયકુમારે જણાવ્યું હતું કે, તમામ સંરક્ષણ તેમજ ઓર્ડનાન્સ ફેકટરીનું પ્રમાણ વધી રહ્યું છે અને આઈટી અને કમ્પ્યુટર ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓની રૂચી પડી રહી છે.

સાયબર ક્ષેત્રે ભવિષ્ય પણ ઉજળુ છે અને તે આવતીકાલની જરૂરીયાત પણ છે. એવામાં દેશની સુરક્ષા માટે સાયબર સેલ ડિફેન્સ સહિતના તમામ ક્ષેત્રે આવશ્યક છે. સંરક્ષણ મંત્રાલય દેશને તો સુરક્ષા અપાવે છે પણ હેકરો અને સાયબર એટેકથી બચવા માટે તો સંરક્ષણ વિભાગને પણ સુરક્ષા જોઈએ માટે ડિફેન્સ મિનિસ્ટ્રી દેશની રક્ષા કરી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જરૂરીયાત મુજબ મજબુત અને ટેકનોએકસપર્ટ સાયબર સિકયુરીટીની માળખાગત સુવિધાને પ્રાથમિકતા આપવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.